ધરપકડ:અમરોલી ગેંગરેપ કેસમાં ખોટું સોગંદનામું કરનાર ઝડપાયો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીડિતાના પિતાને 50 હજાર આપ્યાં હતા

અમરોલીમાં દોઢ વર્ષ પહેલાં 13 વર્ષની સગીરા પર ગેંગરેપ થયો હતો. જેમાં એક આરોપીએ જેલમાંથી છુટવા તેના ભાઈ અને સંબંધી મારફતે પીડિતાના પિતાને 2 લાખ રૂપિયા આપી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં અમરોલી પોલીસે આરોપીના ભાઈ મનસુખ જસમત બરવાળીયા(59)(રહે,દલવારાંદેલગામ,તા-ઉકાવાવ,અમરેલી)ની ધરપકડ કરી હતી.

આરોપીએ પોતે વતનમાં ખેતીની સાથે સમાજસેવા કરતો હોવાની વાત પોલીસને જણાવી છે. આરોપી મનસુખે તેના ભાઈ ભરતને કોર્ટમાંથી જામીન મળી જાય તે માટે સગીરાના પિતાને પહેલાં 50 હજાર આપી ખોટું સોંગદનામું કરાવ્યું હતું. પછી લોકડાઉન વખતે અનાજ પણ આપ્યું હતું. સાેગંધનામા મામલે કોર્ટે અમરોલી પોલીસને તપાસનો આદેશ કર્યો હતો. જેમાં આરોપીનો ભાઈ અને સંબંધીનો ભાંડો ફુટી ગયો હતો. વર્ષ 2020માં જાન્યુઆરીમાં અમરોલીમાં 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી. જેમાં 6 આરોપી હાલમાં લાજપોર જેલમાં બંધ છે. તે પૈકીનો એક આરોપી ભરત બરવાળીયા સૂત્રધાર છે.

પીડિતાના પિતાએ પૂછપરછમાં અમરોલી પોલીસને જણાવ્યું હતું કે તેમની પાસે આરોપી ભરતનો ભાઈ મનસુખ બરવાળીયા અને સંબંધી વિનુ પટેલ આવ્યા હતા. બંનેએ આ કેસમાં ભરત બરવાળીયા સંડોવાયેલો નથી અને જે તે વખતે કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે તેનું નામ લખાયું હતું, એવું ખોટું સોગંદનામુ કરાવીને વકીલ મારફતે કોર્ટમાં રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...