• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Falling Trees In Surat Are Like A Red Light, Reducing The Tree Cover Population To 10 To 12 Per Cent And Endangering The Environment.

વિશ્વ પર્યાવરણ દિવસ:​​​​​​​સુરતમાં ઘટતા વૃક્ષો લાલબત્તી સમાન, ટ્રી ક્વર વસતીની સરખામણી ઘટીને 10થી 12 ટકાએ પહોંચતા પર્યાવરણને જોખમ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થા દ્વારા અગાઉ સ્વયંસેવકો સાથે મળીને વૃક્ષોની ગણતરી કરીને નંબર આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સંસ્થા દ્વારા અગાઉ સ્વયંસેવકો સાથે મળીને વૃક્ષોની ગણતરી કરીને નંબર આપવામાં આવ્યો હતો.
  • પર્યાવરણપ્રેમીઓએ ઘટતાં ગ્રીન કવરને લઈને નવા પડકારો ઉભા થવાની ચિંતા વ્યક્ત કરી

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરત શહેરની સ્થિતને લઈને પર્યાવરણ પ્રેમીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. શહેરમાં માનવ વસતીની સામે વૃક્ષોની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો છે. 65 લાખની વસતી સામે છેલ્લી વૃક્ષ ગણતરી પ્રમાણે માંડ 3.50 લાખ વૃક્ષો હોવાનું ચિંતાજનક રીતે સામે આવ્યું છે. જેથી વૃક્ષોને માત્ર કાગળ પર જ ઉછેરવાની જગ્યાએ વાસ્તવિક રીતે નીતિ બનાવીને દેશના અન્ય શહેરોની જેમ ગ્રીન કવરની સંખ્યામાં વધારો કરવા માટે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ નિર્દેશ કરી રહી છે. કારણ કે,પ્રાકૃતિક સંસાધનો ખૂબ ઓછા થઈ રહ્યા છે. વિશેષ કરીને ઔદ્યોગિક નગરી હોવાથી અનેક પડકારો સુરત શહેરની સામે ઉભા છે. જેમાં હવાનું પ્રદૂષણ શહેર માટે આવનાર દિવસોમાં ભયાવહ સ્થિતિમાં આવી શકે છે. હજી પણ જ સ્થિતિને નિયંત્રણમાં નહિ લાવવામાં આવે તો સુરત સામે પર્યાવરણનું મોટું જોખમ ઊભું થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.

વહિવટી તંત્ર આયોજન કરી શકે
દેશમાં બેંગ્લોર ચંદીગઢ જેવા અનેક શહેરો છે કે, જ્યાં વૃક્ષો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. જેની પાછળ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા વિશેષ આયોજન છે. ગુજરાત સિવાયના દેશના અન્ય રાજ્યોમાં ટ્રી ઓથોરિટી કામ કરે છે.જે વૃક્ષો માટે અલાયદી નીતિ બનાવીને પોતાના વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું જતન થાય તેના માટે ખાસ સ્ટ્રેટેજી નક્કી કરે છે .જ્યારે સુરતમાં ટ્રી ઓથોરિટી ઘડવામાં નથી આવી, જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. રાજ્ય સરકાર આ બાબતે વધુ ગંભીર ન હોવાને કારણે માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્લાન્ટેશન ખૂબ ઓછું જોવા મળી રહ્યું હોવાનું પર્યાવરણપ્રેમીઓ કહી રહ્યાં છે.

બે હજાર લોકોએ વૃક્ષો ગણેલા
સુરતની પર્યાવરણ પ્રેમી પ્રયાસ સંસ્થાના સંચાલક દર્શન દેસાઈએ જણાવ્યું કે, 2011માં અમારી ટીમ દ્વારા ટ્રી સેન્સસ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઝોનમાં અને વોર્ડમાં પ્રતિનિધિઓની ટીમ કરીને પોતાના વિસ્તારના વૃક્ષોની ગણતરી કરી હતી. જેમાં સુરત શહેરમાં અંદાજીત 3 લાખ 50 હજાર જેટલા વૃક્ષો હોવાનું સામે આવ્યો હતો. એ જ સમયે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સર્વે કરાયો હતો. જેમાં અંદાજીત 3 લાખ 30 હજાર હવાનો સત્તાવાર જાણવા મળ્યું હતું. શહેરના ઝાડોને યુનિક નંબર આપવામાં આવ્યા હતાં.આ કામગીરીમાં 2000 કરતાં વધારે લોકોને ટ્રી સેન્સસની પ્રક્રિયામાં લીધા હતા.

ફરજીયાત વૃક્ષોની રોપણી થવી જોઈએ
નવી નીતિઓ બનાવવાની ખૂબ જરૂરિયાત છે. સુરત કોર્પોરેશન દ્વારા જે જૂના સુરતનો વિસ્તાર છે ત્યાં સ્થિતિ એવી છે કે, વૃક્ષારોપણ માટે હવે જગ્યા રહી નથી. એ વાસ્તવિકતા સ્વિકારીને આગળ વધવાની જરૂરિયાત છે. હવે કોર્પોરેશન પાસે તક છે. માત્રને માત્ર નવા ડેવલપ થતાં વિસ્તારોની અંદર ફરજિયાત પણે વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવું જોઈએ. બિલ્ડરોના નવા પ્રોજેક્ટ નવા ટીપીની જાહેરાત વખતે વૃક્ષો માટે અલાયદી જમીન ફાળવવી અનિવાર્ય છે.નવનિર્મિત રસ્તાઓની આજુબાજુ મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન કરવામાં આવે ટ્રી ઓથોરિટીની એક સમિતી બનાવવામાં આવે છે. જે શહેરની ગ્રીન કવર ઉપર સતત નજર રાખી શકે છે.

મોટા વૃક્ષોને કાપી નાખીને તેનું રિ ટ્રાન્સપ્લાન્ટેશન ઓછું થઈ રહ્યું છે.
મોટા વૃક્ષોને કાપી નાખીને તેનું રિ ટ્રાન્સપ્લાન્ટેશન ઓછું થઈ રહ્યું છે.

વૃક્ષોનું રિ ટ્રાન્સપ્લાન્ટેશન થવું જોઈએ
આજે હાઇવે ઓથોરિટી દ્વારા નવા નેશનલ હાઈવે પર બનતા માર્ગ સમયે પણ અડચણરૂપ વૃક્ષ હોય તેને ફરજિયાત પણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે છે. જેનાથી હજારો લાખોની સંખ્યામાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમના જતન માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. સુરત શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકોમાં જાગૃતિ આવી છે કે વૃક્ષોને હટાવવા કરતા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કામ આગળ વધી રહ્યું છે જે આવકારદાયક છે.

જે તે વખતે વૃક્ષોને યુનિક નંબર પણ આપવામાં આવ્યો હતો.
જે તે વખતે વૃક્ષોને યુનિક નંબર પણ આપવામાં આવ્યો હતો.

વાસ્તવિક રીતે વૃક્ષોનો ઉછેર થવો જોઈએ
શહેરમાં ફોરેસ્ટ વિભાગ, કોર્પોરેશન, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો વર્ષોથી થતાં આવ્યા છે. પરંતુ તેનું પરિણામ એક ટકા જેટલું પણ મળતું નથી. સુરત શહેરમાં છેલ્લા 10 થી 15 વર્ષમાં વૃક્ષારોપણના નામે અલગ-અલગ કાગળો ઉપરનો સરવાળો કરીએ તો 50 લાખ કરતાં વધુ વૃક્ષોનો વાવેતર થયું હશે પરંતુ વાસ્તવિકતા આપણી સમક્ષ છે.સુરત શહેરમાં માત્ર ત્રણ લાખને 50હજાર જેટલા જ વૃક્ષો જોવા મળી રહ્યા છે. જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. તો આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય તો શહેરમાં શા માટે વૃક્ષોની સંખ્યા ઓછી છે.