• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Falling Petrol diesel Prices Will Benefit Suratis By Rs 1.8 Crore Per Day, Pump Operators Will Lose Rs 25 Crore In 2 Days.

ભાસ્કર એક્સક્લુઝિવ:પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટતા સુરતીઓને રોજ 1.8 કરોડનો ફાયદો, પંપ ચાલકોને 2 દિવસમાં 25 કરોડનું નુકશાન થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં રોજ 4 લાખ લિટર પેટ્રોલ, 10 લાખ લીટર ડિઝલ વેચાય છે

પેટ્રોલ અને ડિઝલ પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવતા સુરત જિલ્લાના વાહન ચાલકોને રોજના 1.8 કરોડ રૂપિયાનો ફાયદો થશે જ્યારે શહેરના પેટ્રોલ પંપ સંચાલકોને બે દિવસમાં 25 કરોડ રૂપિયાની ખોટ જવાની સંભાવના પેટ્રોલ પંપ એસોસિએશનના સભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઈંધણના વધી રહેલા ભાવને લઈ સરકાર દ્વારા મોટી રાહત જાહેરત કરવામાં આવી છે.આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો જાહેર કર્યો છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.

સુરત જિલ્લામાં રોજ 4 લાખ લિટર પેટ્રોલ અને 10 લાખ લીટર ડિઝલનું વેચાણ થાય છે. જેને લઈને સુરતના વાહન ચાલકોને રોજનો 1.8 કરોડ રૂપિયાનો ફાયદો થશે. પેટ્રોલ પંપ સંચાલકોએ શનિ-રવિવારના પેટ્રોલનો સ્ટોક કર્યા બાદ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતાં પંપ સંચાલકોને બે દિવયમાં ૨૫ કરોડ રૂપિયાની કાચી ખોટ સહન કરવાનો વારો આવશે. જેને લઈને પંપ સંચાલકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

શનિ-રવિવાર માટે પેટ્રોલ-ડિઝલ સ્ટોક કરાયો હોવાથી નુકશન વધી ગયું છે
પેટ્રોલ પંપ એસોસિએશનના સભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ‘પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ પંપને જરૂરિયાત હોય તેના કરતાં ઓછું પેટ્રોલ આપવામાં આવતું હતું. પરંતુ શનિ-રવિવાર માટે પેટ્રોલ પંપ સંચાલકોએ જેટલું પેટ્રોલ માંગ્યું તેટલું પેટ્રોલ આપ્યું હતું.

પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા શનિ અને રવિવાર માટે પેટ્રોલ અને ડિઝલનો સ્ટોક કરી લેવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ સેન્ટ્રલ અક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી પેટ્રોલ પંપ સંચાલકોને બે દિવસમાં એવરેજ 10 લાખ રૂપિયા સુધીની ખોટ જશે. દક્ષિણ ગુજરાતમાં 250 જેટલાં પેટ્રોલ પંપ છે જે તમામ મળીને અંદાજે 25 કરોડ રૂપિયાની ખોટ જશે.’

અન્ય સમાચારો પણ છે...