તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદાર કોણ?:સુરતમાં પાલિકાના આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડ્યાં, 1 વર્ષીય બાળકીનું મોત

સુરત3 મહિનો પહેલા
આવાસમાં સીલિંગનાં પોપડાં પડતાં માસૂમ બાળકી(ફાઈલ તસવીર)નો ભોગ લેવાયો.
  • સીલિંગ તૂટી પડવાની ઘટનામાં માતા-પિતા પણ ઈજાગ્રસ્ત થયાં
  • ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો
  • મેયરની બાંહેધરી બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ ઘવાયાં હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ 1 વર્ષીય માસૂમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ હતી.

7-8 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાંડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

માતા-પિતા સાથે સૂતેલી બાળકી પર ભારી ભરખમ સીલિંગનાં પોપડાં પડ્યાં.
માતા-પિતા સાથે સૂતેલી બાળકી પર ભારી ભરખમ સીલિંગનાં પોપડાં પડ્યાં.

છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં આખું આવાસ દોડી આવ્યું
મમતાબેન (મૃતકની ફોઇ)એ જણાવ્યું હતું કે સિયા પ્રદીપ ખાંડે 1 વર્ષની જ હતી. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.

નાની દીકરી માતા-પિતા સાથે અને મોટી દીકરી નાના સાથે હતી.
નાની દીકરી માતા-પિતા સાથે અને મોટી દીકરી નાના સાથે હતી.

મોટી દીકરી નાના સાથે હોવાથી બચી ગઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ માતા આશા અને પિતા પ્રદીપને સ્મિમેરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપી દેવાઇ હતી. એટલું જ નહીં, પણ આ ઘટનામાં એક મોટી દીકરી હર્ષિતા નીચે નાનાને ત્યાં સૂવા જતા બચી ગઈ હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસૂમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસૂમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

સીલિંગનાં પોપડાં પડવાનો અવાજ આવતાં આખું આવાસ દોડી આવ્યું.
સીલિંગનાં પોપડાં પડવાનો અવાજ આવતાં આખું આવાસ દોડી આવ્યું.

પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ 4 કે 5મી ઘટના છે. પોપડાં પડતાં હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરિંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

સીલિંગના લોખંડના સળિયા બહાર આવી ગયા.
સીલિંગના લોખંડના સળિયા બહાર આવી ગયા.

મેયરે વડોદ આવાસમાં ખસેડવાની બાંહેધરી આપી
ઘટનાની જાણ મેયર હેમાલી બોઘાવાલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરતા આવાસના રહિશો પાસે દોડી ગયા હતા. મેયરે આ ઘટનાના દુખદ ગણાવી હતી. રહિશોની ફરિયાદ અને રહિશોને સમજાવ્યા બાદ મેયર તમામ લોકોને વડોદ આવાસમાં ખસેડવાની બાંહેધરી આપી હતી. જેથી પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમસંસ્કાર કરવા માટે રવાના થયો હતો.

વારંવાર બનતી ઘટનાને લઈને આવાસના રહીશોમાં રોષ જોવા મળ્યો.
વારંવાર બનતી ઘટનાને લઈને આવાસના રહીશોમાં રોષ જોવા મળ્યો.

ગોલવાડમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી
સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં ગત રોજ એક 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એકાએક જ ત્રણથી ચાર માળનું ઊંચું મકાન ધરાશાયી થઇ જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે પહોંચી કાળમાળ નીચે કોઈ ફસાયું નથી એની તપાસ કરી હતી. એમાંથી એક 13 વર્ષીય બાળકને કાળમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. દરમિયાન મેયર પર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર.
બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર.

મનપાના આવાસમાં સ્લેબ પડતાં બાળકી ઈજાગ્રસ્ત
સુરતમાં ગત રોજ એક સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. ઉધનામાં મનપા સંચાલિત આવાસના મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. પ્લાસ્ટરનો ભાગ તૂટી પડતાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પડ્યો હતો, જેથી તેને કમર સહિતના ભાગે ઇજા પહોંચી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.