તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નકલી ટોસિલિઝુમેબથી દર્દીનું મોત થયાની શંકા સાપરાધ મનુષ્યવધ દાખલ કરવા કોર્ટમાં અરજી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળાબજાર કેસમાં આરોપીઓ સામે IPC 308 અને 276 ઉમેરવા પોલીસની તૈયારી
  • ટોસિલિઝુમેબ ડુપ્લિકેટ હોવાના એફએસએલના ખુલાસા બાદ કાર્યવાહી કરાઈ

‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવેલાં ટોસિલિઝુમેબના કાળાબજાર કેસમાં ગુરુવારે ઉમરા પોલીસે આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ 308 ઉપરાંત કલમ 276 ઉમેરવા માટેની અરજી કરી હતી. જેની સુનાવણી હવે થનારી છે. જ્યારે આ કેસના અન્ય એક આરોપી શૈલેષ લાડુમોરના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો.ઉમરા પોલીસમાં ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડો. હેતલ કથિરિયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ નવ આરોપીઓની ધરપકડ કરાય હતી. આરોપીઓ રૂપિયા 40 હજારનું ઇન્જેક્શન રૂપિયા 2.70 લાખમાં વેચવામાં આવતું હતું.

પોલીસે રંગેહાથ આરોપીઓને ઇન્જેક્શનના કાળાબજાર કરતાં ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ઇન્જેક્શનના ખાલી વાયલ પણ કબજે લીધાં હતા. જેની ચકાસણી એફએસએલમાં કરાવવામાં આવી હતી. જેમાં ઇન્જેક્શન જ ડુપ્લીકેટ હોવાનો ધડાકો થયો હતો. ઇન્જેક્શનમાં ટોસિલિઝુમેબ સિવાયના તત્વો મળી આવ્યા હતા. ટોસિલિઝુમેબ જ ડુપ્લીકેટ હોવાનો ધડાકો થતાં એક શક્યતા એ પણ ઊભી થઈ હતી કે આ ઇન્જેક્શન બાદ એક દર્દીનું મોત થયું હતું. તે પણ આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટના લીધે થયુ હશે. આથી પોલીસ ફરી સક્રિય થઈ હતી અને કોર્ટમાં કલમોનો ઉમેરો કરવા અરજી કરી હતી.

બંને કલમોમાં સજા કેટલી થાય
કલમ-308: સાપરાધ મનુષ્ય વધની કલમ છે. જે મુજબ એવું કૃત્ય કરવું કે જેનાથી સામેના વ્યક્તિનું મોત નિપજી શકે એવી જાણકારી હોય. આ કલમ એટલાં માટે લગાવાઈ કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ડુપ્લીકેટ હોવાનો ખુલાસો એફએસએલએ કર્યો હતો. નોંધનીય છે કે, આ ઇન્જેક્શનથી એકનું મોત નિપજ્યું હતુ. શંકા મુજબ ખાલી ઇન્જેક્શનમાં અનેકવાર આવા ડુપ્લીકેટ પદાર્થથી ઇન્જેક્શન બનાવાયા હતા.

એડવોકેટ અશ્વિન જોગડિયા કહે છે કે આ કલમ હેઠળ સાત વર્ષ સુધી સજાની જોગવાઈ છે.કલમ-276 : પોલીસે 276 ઉમેરવા પણ અરજી છે જે કલમ ડુપ્લીકેટ દવા સંદર્ભની છે. એટલે કે એક દવા કે જેમાં તેના તત્વો ન હોવા છતાં તે બીજી દવા છે તેમ જાણવા છતાં વેચવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...