હમસફરની શોધ:સુરતમાં જીવનના અંતિમ પડાવમાં હમસફર ઝંખતા વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો, 200 દાદા અને 75 દાદીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

સુરતએક મહિનો પહેલા
વરાછા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટીમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન.
  • જીવનસાથી પસંદગી મેળામાં 50 વર્ષથી વધુના હોય તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

સુરતના વરાછા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટી ખાતે અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું. આ જીવનસાથી પસંદગી મેળામાં 50 વર્ષથી વધુના હોય તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 50 વર્ષથી વયોવૃદ્ધ થઈ ગયા હોય તેવા વડીલો રજિસ્ટ્રેશન કરાવીને પોતાના જીવનસાથીની શોધમાં અહીં આવ્યા હતા. જીવનમાં કેટલાક સમય સંજોગોને કારણે પોતાના જીવનસાથી વિખૂટા પડી ગયેલા અથવા તો જીવનસાથીને ગુમાવી દીધા હોય તેવા વડીલો એકત્રિત થયા હતા. જીવનસાથી પસંદગી મેળામાં 200 દાદા અને 75 દાદીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

વડીલોએ પોતાની વેદના મંચ પર આવીને વ્યક્ત કરી
જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરનાર પ્રવીણ સુતરીયા જણાવ્યું કે 50 વર્ષ કરતાં વધુની વયના વડીલોને આ મેળામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કાર્યક્રમમાં મોટાભાગના વડીલોએ પોતાની વેદના મંચ પર આવીને વ્યક્ત કરી હતી. જેમાં સૌથી વધારે કોઈ મુશ્કેલી હતી એ એકલતા હતી. વડીલો ઘરમાં ખૂબ જ એકલતા અનુભવી રહ્યા છે. કેટલાક પુરુષો કે મહિલા વયોવૃદ્ધ હોવા છતાં પણ આર્થિક રીતે સક્ષમ હોય છે. પરંતુ પતિ અથવા પત્નીનો સાથ ગુમાવી ચૂકેલા હોય છે. જેના કારણે તેમનું જીવનમાં એકલતા જોવા મળે છે. તેમને મદદરૂપ થવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સારી બાબતે છે કે સમાજના વડીલો પણ હવે ખૂબ જ સારી રીતે સંકોચ રાખ્યા વગર આ રીતે મેળામાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના જીવનસાથીને શોધવા અહીં આવે છે.

મોટી સંખ્યામાં જીવનસાથી મેળામાં વડીલો હાજર રહ્યા.
મોટી સંખ્યામાં જીવનસાથી મેળામાં વડીલો હાજર રહ્યા.

જીવન યાત્રામાં કોઈકનો સથવારો જરૂરી
જીવનયાત્રામાં કોઈ ને કોઈક સંગાથ હોવો ખૂબ જ જરૂરી છે. જીવનમાં એક એવું વ્યક્તિ કે જેની સાથે તમામ પ્રકારની વાતોને આપણે પરસ્પર કહી શકીએ પોતાના મનના ભાવોને રજૂ કરી શકીએ એવું કોઈક વ્યક્તિ હોવું ખૂબ જ જરૂરી છે. એક સારો જીવન હમસફર સાથે હોય તો જીવનનો દુષ્કર માર્ગ પણ ખૂબ જ સરળ રીતે આગળ વધી જાય છે. સામાન્ય રીતે પણ આપણે જ્યારે યાત્રા કરતા હોય છે ત્યારે આપણા નજીકના લોકો આપણી સાથે હોય તો ગમે તેટલો લાંબો માર્ગ હોય તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી કપાઈ જતો હોય તેવા આપણે સૌ અનુભવ કરીએ છીએ એ જ પ્રકારે જીવન યાત્રામાં પણ કોઈકનો સથવારો હોય તો વ્યક્તિ ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવી શકે છે.

50 વર્ષ કરતાં વધુની વયના વડીલોને રજિસ્ટ્રેશન કરાવ્યું
50 વર્ષ કરતાં વધુની વયના વડીલોને રજિસ્ટ્રેશન કરાવ્યું

ઘણા વડીલો છે કે જેનું જીવન ખરેખર દુષ્કર
આજની બદલાયેલી જીવનશૈલીમાં અને જે રીતે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે ત્યારે બાળકો પોતાના પરિવારને સમય આપી શકતા નથી. વિશેષ કરીને ઘરમાં રહેલા માતા-પિતાને ફળ પૂરતો સમય આપી શકતા નથી તેમાં પણ મુશ્કેલી ત્યારે ઊભી થઈ છે. જ્યારે માતા-પિતા પૈકી માતા તો પિતા ઘરમાં એકલા રહેતા હોય તો તેમના માટે જીવવું એકાંતમાં ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. એક તો કોઈ પ્રવૃત્તિ રહેતી નથી અને પરિવારના લોકો પણ તેમની સાથે વધુ સમય પસાર નથી કરતા એ તેમના માટે સૌથી દુઃખદ સમય હોય છે. સમાજમાં એવા ઘણા વડીલો છે કે જેનું જીવન ખરેખર દુષ્કર થઈ ગયું છે. માટે જીવનના અંતિમ તબક્કામાં પણ પોતે જીવનસાથીની ઝંખના રાખતા હોય છે.