એજ્યુકેશન વેબિનાર:વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર માહિતી મળે તે માટે સુરતમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન ફેરનું આયોજન થશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવા પ્રયાસ

કોરોનાને કારણે વિદેશ અભ્યાસ પર પ્રતિકૂળ અસર સર્જાઈ છે. છેલ્લા એક દોઢ વર્ષમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે 30 ટકા જેટલો ઘટાડો થયો છે. વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ હાલ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમણ ઓછું થતાં વિદ્યાર્થીઓને કેનેડા, UK, US, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આસાનીથી પ્રવેશ મળી રહે તે માટે AECC ગ્લોબલ સંસ્થા દ્વારા ત્રણ દિવસનો વર્ચ્યુઅલ વેબિનાર યોજવામાં આવી રહ્યો છે. નિઃશૂલ્ક રીતે યોજાઈ રહેલા વર્ચ્યુઅલ વેબિનારમાં વિદ્યાર્થીઓ સીધા જ યુનિવર્સિટીના પ્રતિનિધિ સાથે વાતચીત કરીને પોતાને મૂંજવતા પ્રશ્નોની ચર્ચા કરી શકશે.જેથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ દરમિયાન છેતરપિંડીથી બચી શકે તે માટે વેબિનાર કરવામાં આવી રહ્યાનું કહેવામાં આવ્યું હતું.

200 યુનિવર્સિટી ફેરમાં ભાગ લેશે
વર્ચ્ચુઅલ એજ્યુકેશન ફેર અંગે માહિતી આપતાં શ્રેયસ જોશીએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ ફેર ખૂબ મોટાપાયે આયોજન થવા જઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, કેનેડા સહિતના દેશોની 200થી વધુ નામાંકિત યુનિવર્સિટી હાજર રહેશે. વિદ્યાર્થીઓને વિદેશ જવા અગાઉ નડતા પ્રશ્નોથી લઈને એડમિશન સહિતના મૂંજવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સીધા જ યુનિવર્સિટીના પ્રતિનિધિ સાથે વાત ચીત કરી શકે તેવું પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ત્રણ દિવસ માટે વેબિનાર યોજાશે
વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસને લગતા પ્રશ્નોનું સમાધાન મળે તે હેતુથી યોજાઈ રહેલા વર્ચ્યુઅલ વેબિનારમાં 23 જુલાઈના રોજ કેનેડા અને USમાં અભ્યાસ કરવા જઈ ઈચ્છતા વિદ્યાર્થીઓનો વેબિનાર યોજાશે. જ્યારે 30 જુલાઈના રોજ UK અને 6 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

છેતરપિંડી અટકાવવા પ્રયાસ
AECC ગ્લોબલના શ્રેયસ જોષીએ જણાવ્યું કે, હાલ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સાથે અવારનવાર છેતરપિંડીના બનાવો બનતા હોય છે. વિદેશની ધરતી પર ગયા બાદ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીને લઈને ઘણી વાર છેતરાયા હોવાની લાગણી અનુભવતા હોય છે. અહિંથી જે વાત કરવામાં આવી હોય છે તેની સામે સાત સમંદર પાર વિદેશની ધરતી પર તેવું કશું જ હોતું નથી. ત્યારે આ વેબિનાર મારફતે વિદ્યાર્થીઓ અગાઉથી જ માહિતગાર થાય તે માટે નિઃશૂલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 કે 12 પાસ થયેલા અને તે સહિતના ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા, UK, કેનેડા અને US જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે.