શિક્ષણ:પ્રચારના અભાવે 60 સર્ટિ., 5 ડિપ્લોમા કોર્સને ફીક્કો પ્રતિસાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.એ પ્રવેશ લેનારાની સંખ્યા પણ છૂપાવી
  • વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે જાણ નહીં પહોંચી

વિદ્યાર્થીઓને ભાવિમાં રોજગારી મળી રહે તે માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 60 સર્ટિફિકેટ અને 5 ડિપ્લોમા કોર્સ શરૂ કર્યા છે. પણ પ્રચાર-પ્રસારના અભાવે વિદ્યાર્થીઓનો નબળો પ્રતિસાદ મળ્યો છે. સૂત્રોએ કહ્યું કે આ કોર્સોના એડમિશન ઓનલાઇન કર્યા હતા. પરીક્ષાઓ પણ ઓનલાઇન લેનારી હતી. જો કે, યુનિવર્સિટી અને કોલેજોએ વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે જાણ પહોંચાડી નથી. આ તમામ કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની માહિતી પણ છૂપાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી અને 21 કોલેજોએ મળીને 60 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. જ્યારે 5 ડિપ્લોમા કોર્સમાં એક કોલેજ અને યુનિવર્સિટીએ મળી શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓએ એનએસએસ અને એનસીસીની જગ્યાએ આ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લઈ શકે તેવો ઓપ્શન યુનિવર્સિટીએ આપ્યો છે. જો કે, આ 60 સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીઓને ભાવિમાં રોજગારી અપાવે તે પ્રકારના ડિઝાઇન કરાયા છે. સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સમાં ભણનારાને યુનિવર્સિટી સર્ટિફિકેટ પણ એનાયત કરશે.

અન્ય સમાચારો પણ છે...