હીરા ઉદ્યોગકારોને મોટી સાઈઝની રફ જોઈતી હોય તો બોત્સવાનામાં યુનિટો શરૂ કરવા સ્થાનિક સરકારે શરત મુકી છે. જેથી શહેરની 5 જેટલી મોટી કંપનીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં હીરાની રફ આફ્રિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયાથી આવે છે. બોત્સવાનામાં રફ માઈનિંગ તાય છે.
જેમાં ડીટીસી અને બોત્સવાના સરકારની પાર્ટનરશિપ છે. બોત્સવાનાની માઈનિંગમાંથી જે રફનું ઉત્પાદન થાય તેમાંથી અમુક જાડી રફ સરકારના હિસ્સામાં આવે છે. બોત્સવાના સરકારે એવી શરત મુકી છે કે, ‘તેમની પાસે રહેલી જાડી સાઈઝની રફ જોઈતી હોય તો બોત્સવાનામાં યુનિટ ખલવું પડશે.’ જેથી સુરતના ઉદ્યોગકારોએ બોત્સવાના માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
હાલ રશિયા, આફ્રિકા, નાબિબિયા, બોત્સવાના સહિતના અલગ અલગ દેશોમાં સુરતના ઉદ્યોગકારો દ્વારા ચલાવવામાં આવતા 40થી વધારે યુનિટો કાર્યરત છે. અને અન્ય 5 ઉદ્યોગકારો દ્વારા હીરાના યુનિટો બોત્સવાનામાં શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડીટીસી-બોત્સવાના સરકારની પાર્ટનરશીપ છે
‘આફ્રિકા ખંડના બોત્સાનામાં રફ માઈનિંગ કંપની છે. આ રફ માઈનિંગ કંપનીમાં ત્યાંની સરકાર અને ડીટીસી સાઈટ તેમાંથી માઈનિંગ કરે છે. જેમાં મોટી સાઈઝના રફ હીરા સરકાર લઈ લે છે. સરકાર પાસેના મોટી સાઈઝના હીરા ઉદ્યોગકારોને જોઈતા હોય તો તેમને બોત્સવાનામાં ફેક્ટરી શરૂ કરવા માટે બોત્સવાનાની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.’ > દિનેશ નાવડિયા, ચેરમેન, જીજેઈપીસી
બોત્સવાના સરકાર રોજગારી વધારવા માંગે છે
‘જે દેશમાં હીરાની ખાણ હોય તે સરકારની પહેલી પ્રાયોરીટી તો હોય જ છે કે, તેમને ત્યાં ઉદ્યોગનો વિકાસ થાય. ત્યાં રોજગારીમાં વધારો થાય તેવી પણ તેમની અપેક્ષા છે. સાથે સાથે હીરા ઉદ્યોગકારોને જે પણ પ્રકારની રફ જોઈતી હોય તેની પહેલી પ્રાયોરીટી આપવામાં આવે છે. ’ > સવજી ધોળકિયા, હરેકૃષ્ણ એક્સપોર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.