કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનનું ડેલિગેશન સીબીઆઈસીના અધ્યક્ષ વિવેક જોહરીને મળીને જીએસીને લઈને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 1000થી ઓછી કિંમતના કાપડ ફૂટવેર પર 5 ટકા ટેક્સ સહિતની માગ કરાઈ છે. ઉપરાંત જીએસટીના અમલીકરણ પર દેખરેખ રાખવા અને વેપારીઓની ફરિયાદોના ઝડપી નિવારવા માટે, દરેક જિલ્લામાં ટેક્સ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધીઓનો સમાવેશ કરતી સંયુક્ત જીએસટી સમિતિની રચના કરવા માટે માંગ કરાઈ હતી.
સીબીઆઈસીના અધ્યક્ષને આપવામાં આવેલા આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જીએસટીનું અમલિકરણ થયું તેના 5 વર્ષ થઈ ગયા છે અને સરકાર અને કરદાતાઓ બંનેએ જીએસટી ટેક્સ સિસ્ટમના ફાયદા અને ગરફાયદાનો અનુભવ કર્યો છે. જો જીએસટી તેને સૌથી વસુ સ્વિકાર્ય કર પ્રણાલી બનાવવા માટે હિતધારકો સાથે પરામર્શ કરીને કાયદાઓ અને નિયમોની નવેસથી સમીક્ષા કરે તો તે યોગ્ય રહેશે.
GSTને સરળ બનાવવા પણ માગ કરાઈ
નેશનલ એડવાન્સ ગવર્નન્સ ઓથોરિટીની ગેરહાજરીમાં એક જ કોમોડિટિ પર અલગ અલગ ટેક્સના દરો લદાયા છે. તેથી આ બંને સત્તામંડળોની રચના વહેલી તકે કરાય અને બેન્ક ખાતાની અસ્થાયી જોડાણ મનસ્વી છે અને તેને અટકાવવી જોઈએ. ચલનની તારીખ ટેક્સની ચૂકવણીનો દસ્તાવેજ હોવો જોઈએ અને ફોર્મ જીએસટીઆર-થ્રીબી નહીં ટેક્સની પ્રાપ્તી અને મોડી ચૂકવણી પર વ્યાજનો દર 18થી ઘટાડીને 12 ટકા કરવામાં આવે. તેમજ બ્રાન્ડેડ ખાદ્ય ઉત્પાદનો પર 12 ટકા અને નોનબ્રાન્ડેડ ખાધ્ય ઉત્પાદનો પર 5 ટકા ટેક્સ મુંઝવણ પેદા કરી રહ્યો છે અને તેથી આ વસ્તુઓ આવશ્યકની હોવાથી 5 ટકા કર રાખવો જોઈએ. આમ GSTને સરળ બનાવવા પણ માગ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.