મુસાફરોની માંગને પહોંચી વળવા રેલવે અસ્થાયીરૂપે 11 ટ્રેનોમાં વધારાના કોચ જોડશે. ઓગસ્ટ ક્રાંતિ રાજધાનીને મુંબઈ સેન્ટ્રલથી તાત્કાલિક અસરથી 15 મે સુધી અને હઝરત નિઝામુદ્દીનથી 16 મે સુધી વધારાના એસી 3-ટાયર કોચ સાથે દોડાવાશે. દુરંતોને મુંબઈ સેન્ટ્રલથી 13 મે સુધી તાત્કાલિક અસરથી અને નવી દિલ્હીથી 14 મે સુધી વધારાના એસી 3-ટાયર કોચ સાથે દોડાવાશે.
અમદાવાદ – નવી દિલ્હી રાજધાનીને અમદાવાદથી તાત્કાલિક અસરથી 30 મે સુધી અને નવી દિલ્હીથી 1 જૂન સુધી તાત્કાલિક અસરથી વધારાના એસી 3-ટાયર કોચ સાથે દોડાવાશે. હાપા-માર્ગો એક્સપ્રેસમાં 4થી 25 મે સુધી (18 સિવાય) હાપાથી અને 6થી 27 મે સુધી (20 સિવાય) વધારાના સ્લીપર કોચ ઉમેરાશે. જામનગર-તિરુનેલવેલીમાં તાત્કાલીક અસરથી જામનગરથી 28 મે સુધી વધારા કોચ સાથે દોડાવાશે. આ ઉપરાંત અમદાવાદથી 6 ટ્રેનોમાં પણ કોચ ઉમેરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.