તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એક્સટર્નલમાં પ્રથમ-બીજા વર્ષની પરીક્ષા ઓનલાઇન થશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પહેલાં-બીજા વર્ષની પરીક્ષા 19 જુલાઇથી, 100 માર્ક્સના MCQ પુછાશે

નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલની યુજી પહેલા અને બીજા વર્ષની પરીક્ષા 19 જુલાઇથી તેમજ ત્રીજા વર્ષની પરીક્ષા 3 જુલાઇથી યોજાશે. બધી જ પરીક્ષા ઓનલાઈન થશે જેમાં 100 માર્ક્સના એમસીક્યુ રહેશે. પરીક્ષા માટે 2 કલાકનો સમય મળશે. એ સાથે જ પહેલા અને બીજા વર્ષની એટીકેટીની પરીક્ષા પણ ઓનલાઇન યોજાશે. શનિવારે યુનિ.ની એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ તમામ નિર્ણયો લેવાયા હતા.

6 જૂલાઇની બીકોમ સેમ-3 અને સીએસની પરીક્ષાની તારીખમાં ક્લેસ થતા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. પી.જી.ડી. જર્નાલિઝ્મની પહેલા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવાશે. લો ફેકલ્ટીમાં પાંચમાં અને છઠ્ઠા સેમની પરીક્ષા ઓનલાઇન લેવાશે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના સેન્ટર પર શિક્ષકો નહીં મળતા હોય તો નેટ, સ્લેટ, પીએચડી, પીએચડી સ્કોલર કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં 55% કરતા વધારે ગુણ મેળવ્યા હોય તેવા શિક્ષકોને પણ એપોઇન્ટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...