મહાપાલિકા:વેરા સહિતની રાહતોની મુદત 1 માસ લંબાવાઈ,એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને વેરામાં 10 ટકા રાહત આપવામાં આવશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકા ખાતે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અગાઉ શહેરીજનો માટે વિવિધ રાહતો જાહેર કરવામાં આવી હતી તે તમામની મુદત વધુ એક માસ એટલે કે જુન મહિના સુધી લંબાવવામાં આવી છે. સ્થાયી સમિતિની મળેલી બેઠક અંગે અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને વેરામાં 10 ટકા રાહત આપવામાં આવશે, પાલિકા હસ્તકના હેલ્થ સેન્ટરો, મસ્કતી હોસ્પિટલ તેમજ સ્મીમેર ખાતે સારવાર ફી માફી આપવામાં આવી છે. શહેરીજનો માટે એમ્બ્યુલન્સ તેમજ શબવાહીનીની સેવા ફ્રી રહેશે. સ્મીમેર તેમજ મસ્કતી ખાતે નોન કોવિડ પેશન્ટની સારવાર ફ્રી રહેશે. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સનું ડિજિટલ પેમેન્ટ કરીને બે ટકા વધારાની રાહત ચાલુ રહેશે. સ્થાયી સમિતિ દ્વારા જે વેરા રાહત જાહેર કરી હતી તેમાં અત્યાર સુધી 92 કરોડ વેરો વસુલવામાં આવ્યો છે. તેમાં, 4 કરોડનું રિબેટ આપવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...