ઓનલાઇન ફોર્મ:P.hdના ફોર્મ ભરવાની મુદતમાં વધારો, વિદ્યાર્થીઓ 4 જૂન સુધી ફોર્મ ભરી શકશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.એ પીએચડીના ફોર્મ ભરવાની મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જે મુજબ વિદ્યાર્થીઓ આગામી ચોથી જૂન સુધી ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીએ પહેલા 30 એપ્રિલ, 2022 સુધી પીએચડીના ફોર્મ લીધા હતી. પણ તે તારીખ પૂર્ણ થયા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહી ગયા હતા.

જેથી યુનિવર્સિટીએ પીએચડીના ફોર્મભરવાની મુદતમાં વધારો કરયો હતો અને ગત 23 મે, 2022 સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકાર્યા હતા. જે પછી વિદ્યાર્થીઓની ફરી રજૂઆત મળતા જ યુનિવર્સિટીએ ફરી એક વખત ફોર્મ ભરવાની મુદત વધારી છે. એ મુજબ 4 જૂન, 2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની સાથે વિદ્યાર્થીઓએ રૂ. 1 હજાર પ્રોસેસિગ ફી ભરવાની પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...