તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઉધના-જયનગર સુપરફાસ્ટ સહિત 6 ટ્રેનોના ફેરા લંબાવ્યા

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ઉત્તર ભારત તરફ જતી સ્પે. ટ્રેનો મે-જૂન સુધી દોડાવાશે

ઉનાળાને ધ્યાને લઈ ઉત્તર ભારતની ટ્રેનોના ફેરા મે-જૂન સુધી લંબાવાયા છે. બાંદ્રા ટર્મિનસ-પટના સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 28 જૂન સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ જ રીતે બાંદ્રા ટર્મિનસ-સહરસા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 27 જૂન,બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 25 જૂન, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન 30 જૂન, ઉધના-મંડુઆહિડ સાપ્તાહિક સુપરફાસ્ટ 25 જૂન અને ઉધના-જયનગર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ ટ્રેનને 27 જૂન સુધી દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

સુરત-મુઝફ્ફરપૂર સહિત 10 ટ્રેનોની બુકિંગ ડેટ બદલાઈ
​​​​​​​
રેલવે દ્વારા સુરત-મુઝફ્ફરપુર વીકલી સ્પેશ્યલ એક્સપ્રેસ સહીતની 10 ટ્રેનોના બુકીંગની ઓપનિંગ ડેટ બદલાઈ છે. ગાંધીધામ-હાવરા વીકલી સુપરફાસ્ટ સ્પે. ટ્રેન અને રાજકોટ-રેવા વીકલી સુપરફાસ્ટ સ્પે. ટ્રેન માટેના બુકીંગ 3 એપ્રિલે ઓપન થશે.અમદાવાદ-પટના વીકલી એક્સપ્રેસ સ્પે.ટ્રેનનું બુકીંગ 4 એપ્રિલે ઓપન થશે.ભાવનગર-કોચૂવેલી વીકલી સ્પે.એક્સપ્રેસ અને અમદાવાદ-લખનઉ વીકલી એક્સપ્રેસ સ્પે.ટ્રેનનું બુકીંગ 6 એપ્રિલે ઓપન થશે.અમદાવાદ-ગોરખપુર બાય વીકલી,રાજકોટ-દિલ્લીસરાય રોહિલ્લા વીકલી સુપરફાસ્ટ અને અમદાવાદ-વારાણસી વીકલી સ્પે.એક્સપ્રેસનું બુકીંગ 7 એપ્રિલે ઓપન થશે. ગાંધીધામ-પુરી વીકલી સુપરફાસ્ટ સ્પે.એક્સપ્રેસ અને સુરત-મુઝફરપુર વીકલી સ્પેશ્યલ એક્સપ્રેસનું બુકીંગ 8 એપ્રિલે ઓપન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો