• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Expressing His Desire For Gujarati Food, Rahul Gandhi Canceled The Plan Of A Five star Hotel And Relished Spicy Potatoes In A Restaurant.

ગુજ્જુ ડિશ દાઢે વળગી:રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનની ઈચ્છા વ્યક્ત કરતાં ફાઇવસ્ટાર હોટલનો પ્લાન કેન્સલ કરી ડાઇનિંગ હોલમાં લસણિયા બટાટાનો સ્વાદ માણ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાહુલ ગાંધી સુરતમાં માનહાનિના કેસમાં ચુકાદો માટે આવ્યા હતા. ત્યારે ચુકાદામાં દોષિત જાહેર થયા બાદ જામીન મેળવીને તેઓ સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે ગયા હતાં. ત્યાંથી બપોરના ભોજન માટે તેમના માટે ફાઈવસ્ટાર મેરિયટ હોટલમાં કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજન જમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તાત્કાલિક પ્લાન બદલવામાં આવ્યો હતો. થોડીવાર માટે સુરક્ષા અધિકારીઓ સાથે દલીલો થઈ હતી, પરંતુ આખરે રાહુલ બાબાની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી હતી. સાસુજી ડાઇનિંગ હોલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે લસણિયા બટાટા સહિતના ભોજનનો સ્વાદ માણ્યો હતો.

રાહુલ ગાંધીએ ગુજરાતી ડાઇનિંગ હોલમાં ભોજન લીધું હતું.
રાહુલ ગાંધીએ ગુજરાતી ડાઇનિંગ હોલમાં ભોજન લીધું હતું.

સિક્યોરિટી રૂટ બદલવો પડ્યો
કોંગ્રેસ દ્વારા મેરિયટ હોટલમાં જમવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રાહુલ ગાંધીએ પૂછ્યું કે જમવા ક્યાં જઈએ છે. તો નેતાઓએ કહ્યું, મેરિયટ હોટલમાં જમવાની વ્યવસ્થા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, મને ગુજરાતી ડિશ ખાવાની ઈચ્છા છે. માટે ગુજરાતી ખાવાનું મળે ત્યાં જમીશ. સિક્યોરિટી માટેનો રૂટ સર્કિટ હાઉસથી મેરિયટ હોટલ તરફનો ગોઠવાયો હતો, પરંતુ અંતિમ ઘડીએ રાહુલ ગાંધીએ પોતાની ઈચ્છા અન્ય હોટલમાં જમવાનું કહેતાં આખો રોડ બદલવો પડે એમ હતો. આ બાબતે સિક્યોરિટી અધિકારીઓ સાથે દલીલો પણ થઈ હતી. આખરે રાહુલ ગાંધીને જમવા માટે સાસુજી ડાઇનિંગ હોલમાં લાવવામાં આવ્યા હતા.

સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક બદલવી પડી હતી.
સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક બદલવી પડી હતી.

રાહુલ ગાંધી શું જમ્યા ?
- બે પ્રકારની સ્વીટ
- રબડી ખાધી
- મગની દાળનો હલવો ખાધો
- પંજાબી સમોસાં
- પાલકનું શાક
- રોટલી
- લસણિયા બટાટા થોડું
- બે ગ્લાસ છાશ પીધી

રાહુલ ગાંધીના સ્થાનિકોએ મોબાઈલમાં ફોટો પાડી લીધા હતા.
રાહુલ ગાંધીના સ્થાનિકોએ મોબાઈલમાં ફોટો પાડી લીધા હતા.

ડાઇનિંગ હોલના માલિકે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી
રાહુલ ગાંધી સાથે સાસુજી ડાઇનિંગ હોલના માલિકે સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, મારી સાથે ફોટો ના પડાવો. આ લોકો મને છોડતા નથી. તો તમને પણ કેવી રીતે છોડશે. મને તમારી સાથે ફોટો પડાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ તમને અહીં તકલીફ થશે.

શા માટે રાહુલ સુરત આવ્યા હતા
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે કર્ણાટકના કોલારની સભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ચોરની સરનેમ મોદી હોય છે. દરેક ચોરની સરનેમ(અટક) મોદી કેમ હોય છે? ભલે એ લલિત મોદી હોય કે નીરવ મોદી કે પછી નરેન્દ્ર મોદી. આ કેસની સુનાવણી દરમિયાન ત્રણ વાર રાહુલ ગાંધી સુરત આવ્યા છે. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. જોકે આજે રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા કરી હતી. બાદમાં તેમને જામીન પર જવા દેવાયા હતા.