• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Exports Of Labgron Diamonds Increased By 188.70% As Compared To 2019, As Demand For Diamonds Increased In The International Market.

સુરતના માર્કેટમાં તેજીનો માહોલ:ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની માંગ વધતા 2019ની તુલનાએ લેબગ્રોન હીરાની નિકાસ 188.70 ટકા વધી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરનો ડાયમંડ ઉદ્યોગ હવે પ્રિ કોવિડ સ્તરે પહોંચતા માર્કેટમાં તેજીનો માહોલ
  • લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ 2021માં 743.01 યુએસ મિલિયન ડોલર નિકાસ થયા

ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરા અને જ્વેલરીની માંગમાં સતત વધારો થઈ રહ્વો હોવાને કારણે સુરતમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગ હવે પ્રિ કોવિડ સ્તર પર પહોંચી ગયો છે. એપ્રિલથી ઓક્ટોબર 2019ની સરખામણીમાં 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ 21.98 ટકા અને લેબગ્રોન ડાયમંડનું 188.70 ટકા એક્સપોર્ટ વધ્યું છે. ઓક્ટોબર 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું 19178.5 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2019માં 85932.25 કરોડના જ્યારે વર્ષ 2021માં 110679.18 કરોડના હીરા એક્સપોર્ટ થયા હતાં.

3 વર્ષના એપ્રિલથી ઓક્ટોબરના આંકડા

કોમોડિટી2019($)2020($)2021($)ગ્રોથ (%)

કટ & પોલિશ્ડ ડાયમંડ

12243.177277.3114933.8521.98

કટ & પોલિશ્ડ લેબગ્રોન

254.24288.42734.01188.7
કલર્ડ જેમસ્ટોન207.5884.91175.01-15.66

પ્લેઈન ગોલ્ડ જ્વેલરી

5377.04921.622221.59-58.68

સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી

2001.081126.283206.2160.22
સિલ્વર જ્વેલરી741.261208.381528.01106.14

કોવિડમાં પણ લેબગ્રોન હીરાની નિકાસ વધી
કોરોનામાં પણ લેબગ્રોન ડાયમંડની નિકાસ વધી હતી. 2019માં એપ્રિલથી ઓક્ટો. અને 2021ની તુલનામાં વર્ષ 2020માં કોરોનાને કારણે કટ &પોલિશ્ડ ડાયમંડના એક્સોપર્ટમાં ઘટાડો થયો હતો. પરંતુ લેબગ્રોન કટ પોલિશ્ડ હીરામાં કોરોનાની અસર ન હતી. એપ્રિલથી ઓક્ટો. 2019માં 254.24 US મિલિયન ડોલરના લેબગ્રોન કટ પોલિશ્ડ ડાયમંડ જ્યારે 2020માં 288.42 US મિલિયન ડોલર જ્યારે 2021માં 743.01 US મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું.

મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ દિવાળી પહેલાના સમયમાં ટોચે પહોંચી હતી
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે જણાવ્યું કે,જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં એકંદરે સેન્ટિમેન્ટ તદ્દન હકારાત્મક છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ દિવાળી પહેલાના સમયગાળામાં ટોચે પહોંચી હતી. જે અમેરિકા સહિતના દેશોમાં માંગમાં વધારો થતા એક્સપોર્ટમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...