સુરતમાં તૈયાર હીરાનું એક્સપોર્ટમાં વધારો:એપ્રિલથી નવેમ્બર દરમિયાન 21%ના વધારા સાથે 1.20 લાખ કરોડ થયું, 2019માં 94 હજાર કરોડ હતું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GJEPCએ જાહેર કરેલા આંકડા, લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં 197%નો વધારો

કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એપ્રિલથી નવેમ્બરમાં 2019ની સરખામણીમાં 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 21.06 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2019માં એપ્રિલથી નવેમ્બર મહિનામાં 94298.84 કરોડના જ્યારે વર્ષ 2021માં 120398.90 કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2019ના નવેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2021માં એક્સપોર્ટમાં 11.42 ટકાના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં વધારો થયો છે.

વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં 8366.59 કરોડ રૂપિયાના જ્યારે વર્ષ 2021માં 9719.72 કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. નેચરલ ડાયમંડના કટએન્ડ પોલિશ્ડનું એક્સપોર્ટ તો વધી જ રહ્યું છે. પરંતુ સાથે સાથે લેબગ્રોડ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2019ના એપ્રિલથી નવેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2021માં લેબગ્રોડ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 196.99 ટકાનો વધારો થયો છે.

2019 અને 2021માં એક્સપોર્ટમાં થયેલો વધારો-ઘટાડો

કોમોડિટી20192021વધ/ઘટ

કટ & પોલિશ્ડ ડાયમંડ

94298.59120398.7221.06 %
ગોલ્ડ જ્વેલરી45442.2259783.427.76 %

પ્લેઈન ગોલ્ડ જ્વેલરી

43119.8418456.7159.43 %

સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી

16663.5727085.5154.43 %
સિલ્વર જ્વેલરી6109.5312552.3995.35 %
કલર્ડ જેમ્સ સ્ટોન1612.111480.96-12.69 %

અમેરિકામાંથી ખરીદી વધી
​​​​​​​2021 સુધીમાં જેમ અને જ્વેલરીની નિકાસ ગત 2 વર્ષની સરખામણીમાં અમારી અપેક્ષા કરતાં ઘણી સારી રહી છે. સારા સમાચાર એ છે કે વિશ્વના સૌથી મોટા જ્વેલરીનો ઉપયોગ કરતાં દેશ યુએસએએ આ વર્ષે ભારતમાંથી ખરીદીમાં વધારો કર્યો છે.’ - દિનેશ નાવડિયા , જીજેઈપીસીના રિજનલ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...