પ્રોત્સાહન:SEZમાંથી ચાર વર્ષમાં 225 ટકા નિકાસ વધી, 11 એવોર્ડ અપાયા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા સન્માન કરાયું
  • સૌથી વધુ નિકાસ જેમ એન્ડ જ્વેલરી, સોલારની થઈ

સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં છેલ્લાં 4 વર્ષમાં એક્સપોર્ટ 225 ટકા વધ્યુ છે. ત્યારે શ્રેષ્ઠ એક્સપોર્ટ કરનાર એકમોને પ્રોત્સાહન આપવા એસઈઝેડ એસોસિએશન દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ કેટેરગરીમાં 11 એવોર્ડ એનાયત કરાયા હતાં. જેમાં જેમ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ, લેસર મશીન, મેડિકલ ઈક્વિપમેન્ટ, મીક્સ કેટેગરી, સોલાર એનર્જી, પરફ્યુમ્સ, ફાર્મા, પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતાં.

સચિન સેઝમાં 120 યુનિટ છે. જેમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, નેચરલ ડાયમંડ મેન્યુ., ડાયમંડ જ્વેલરી મેન્યુ., કાપડ, પ્લાસ્ટિક સહિતના એકમો છે. સેઝમાંથી એક્સપોર્ટમાં વધારો થાય તે માટે ડેવલમેન્ટ ઓફિસર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે. વર્ષ 2018-19માં 6773 કરોડ, વર્ષ 2019-20માં 12809 કરોડ, વર્ષ 2020-21માં 17888 કરોડ અને વર્ષ 2021-22માં 22002.96 કરોડનું એક્સપોર્ટ થયું હતું. જેમાં સૌથી વધુ એક્સપોર્ટ ડાયમંડ જેમ એન્ડ જ્વેલરી, મેડિકલ ઈક્વિપમેન્ટ, સોલાર પેનલનું હતું.

અન્ય સમાચારો પણ છે...