અમેરિકા સહિતની આંતરાષ્ટ્રીય માર્કેટમાં હીરાની માંગમાં ઘટાડો થતાં એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો છે. જીજેઈપીસીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 2021ના ડિસેમ્બરમાં 13,341 કરોડ જ્યારે 2022ના ડિસેમ્બરમાં 10,472 કરોડનું એક્સપોર્ટ થયું છે. એટલે ગત ડિસેમ્બર મહિનાની સરખામણીમાં 2022ના ડિસેમ્બર મહિનામાં તૈયાર હીરાના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે વર્ષ 2021ના એપ્રિલથી ડિસેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2022માં તૈયાર હીરાના એક્સપોર્ટમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.
વર્ષ 2021માં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 133,737 કરોડના જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 132,075 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતાં. 2021ના ડિસેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં જેમ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં 11.25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં 19,432 કરોડના જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં 21,896 કરોડની જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હોવાનું જીજેઈપીસીનું કહેવું છે.
અમેરિકાની મંદીની સુરતના હીરા ઉદ્યોગ સીધી અસર
અમેરિકામાં મંદીને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે. છેલ્લાં 8 મહિનાથી હીરાઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે. રફના ભાવ વધી રહ્યા છે બીજી તરફ તૈયાર હીરાના પુરતા ભાવ ન મળી રહ્યાં હોવાથી શહેરના હીરા વેપારીઓએ પ્રોડક્શન પર કાપ મુકવાનું શરૂ કરી દીધું છે. શહેરના અનેક હીરાયુનિટોમાં શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરી દીધું છે તો અમુક હીરા યુનિટોમાં 2 કલાક સમય કાપ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.