એક્સ્પો-2022:આજથી સરસાણામાં એક્સ્પો : 400 RPMનું ડબલ બીમ રેપીયર પ્રથમવાર ડિસપ્લે કરાશે

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના ગાઈડલાઈન મુજબ મુલાકાતીને ટાઈમ સ્લોટ અપાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 8થી 10 જાન્યુ. સુધી સરસાણામાં સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્સપો– 2022’નું આયોજન કરાયું છે. જેનું ઉદ્દઘાટન કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કરશે. આ પ્રદર્શનમાં 3 પન્ના સાથેનું 400 RPM સ્પીડ ધરાવતું ડબલ બીમ રેપીયર મશીન પ્રથમવાર ડિસપ્લે કરાશે.

આ સિવાય એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, સહિતની મશીનરી તથા એસેસરીઝ ડિસપ્લે કરાશે.બોડોલેન્ડ ટેરીટોરીયલ રિજીયોન– આસામના ચીફ એકઝીક્યુટીવ મેમ્બર પ્રમોદ બોરો આ એક્સપોમાં ભાગ લેશે. તેઓ હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ મીશનને ખૂલ્લું મુકવાની જાહેરાત કરાશે. ચેમ્બર ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે,કારોનાને લઈ પ્રદર્શનીમાં પ્રવેશ મેળવવા માટે એડવાન્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાયું છે તથા સ્થળ પર ઓનલાઇન વિઝીટર્સ રજિસ્ટ્રેશનની સુવિધા રાખી છે. ફકત બીટુબીને જ પ્રવેશ અપાશે. ટાઈમ સ્લોટ પણ નક્કી કરાશે.

આ મશીનો પ્રદર્શનમાં મુકાશે

 • ૩ પન્ના સાથેનું 400 RPM સ્પીડ ધરાવતું ડબલ બીમ રેપીયર મશીન
 • 5376 hooks ધરાવતું જમ્બો ઇલે.જેકાર્ડ મશીન – મેક ઇન ઇન્ડિયા
 • દરરોજ 9000 મીટરનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટર
 • હાઇ સ્પીડ એરજેટ મશીન
 • દરરોજ 2000 મીટરથી વધુનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ પોઝિશન પ્રિન્ટર
 • નેરો ફેબ્રિકસ મશીન
 • ડાયરેકટ ટુ ફેબ્રિક – ડિજીટલ પ્રિન્ટીંગ મશીન – મેક ઇન ઇન્ડિયા
 • હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટીંગ મશીન
 • કાર્ટુન પર ઇલાસ્ટીક ટેપ પેક કરવા ફેસ્ટુનીંગ મશીન
 • કાપડ ઉદ્યોગમાં મટિરિયલ્સ હેન્ડલ કરવા ટ્રોલી
 • હાઇસ્પીડ રેપીયર મશીન
અન્ય સમાચારો પણ છે...