શોધખોળ:તુકેદ પથ્થરની ખાણમાં નાહવા પડેલા આધેડની બીજા દિવસે પણ શોધખોળ

માંડવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી અને માંડવીથી ફાયર બોટ મંગાવી શોધ શરૂ

માંડવી તાલુકાના તુકેદ ગામે આવેલ પથ્થરની ખાણમાં પાણીમાં નાહવા પડેલા આધેડ ગોવિંદ ભાઈ ચૌધરી શનિવારે ડૂબી ગયા હતા. મોડી સાંજ સુધી ફાયરની ટીમે શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી. રવિવારે સવારે માંડવી અને બારડોલી ફાયરની ટીમ ફરીથી આધેડને બોટથી શોધખોળ કરી હતી. પરંતુ બપોર સુધીમાં પત્તો લાગ્યો નથી.

ઘટના સ્થળે માંડવી તાલુકા પંચાયતના અધ્યક્ષ પ્રવીણ ભાઈ ચૌધરી અને બીપીનભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી ગામના સરપંચ કમલેશભાઈ પણ હાજર રહ્યા હતા. અધ્યક્ષ પ્રવીણભાઈ ખાણમાં ડૂબેલ આધેડના પરિવારને મળી સાંત્વના આપી હતી, અને આ ઘટનાની ઉચ્ચસ્તરે રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. બે દિવસથી ગોવિંદભાઇ ચૌધરીનો કોઈ પત્તો નહિ મળતા પરિવાર પણ વધુ ચિંતિત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...