• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Exhibition Of 354 Items Gifted To Former Chief Minister Vijay Rupani In Surat, Proceeds From Auction Will Be Given To Girls' Education

સંવેદનશીલ નિર્ણય:સુરતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભેટમાં મળેલી 354 વસ્તુઓનું પ્રદર્શન, હરાજીથી થનારી આવક કન્યા કેળવણીમાં અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળેલી ભેટ સોગાદની વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી છે. - Divya Bhaskar
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળેલી ભેટ સોગાદની વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી છે.
  • મુખ્યમંત્રીના પદ દરમિયાન મળેલી તલવાર, પાઘડી, ચાંદીના રથ સહિતની વસ્તુઓનું વેચાણ

સુરતના સાયન્સ સેન્ટર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય પ્રદર્શન કમ હરાજીમાં તલવાર, પાઘડી. ચાંદીના ઘોડાવાળા રથ સહિતની 354 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ તમામ ચીજવસ્તુઓના વેચાણ થકી મળનારી રકમ કન્યા કેળવણીમાં આપી દેવાનો નિર્ણય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે.

ભેટમાં મળેલી મૂર્તિઓ સહિતની વસ્તુઓ પણ પ્રદર્શન કમ વેચાણ માટે મૂકાઈ છે.
ભેટમાં મળેલી મૂર્તિઓ સહિતની વસ્તુઓ પણ પ્રદર્શન કમ વેચાણ માટે મૂકાઈ છે.

બે દિવસીય પ્રદર્શન કેમ વેચાણ
તારીખ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સાયન્સ સેન્ટરમાં પ્રદર્શન અને હરાજી રાખવામાં આવી છે. આ પ્રદર્શન સાયન્સ સેન્ટર ખાતે સવારના 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન ભેટ સોગાદોની હરાજી કરવામાં આવશે. જેથી શહેરના લોકો આ ભેટ સોગાદો લેવા માત્ર અને જોવા માટે લોકોનો ધસારો થઈ રહ્યો છે. આ પ્રદર્શનમાં નાની - મોટી થઇને 354 જેટલી ભેટ સોગાદો છે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો દરમિયાન ફોટો ફ્રેમ , ગોલ્ડ સિલ્વર, બાસ, સિરામીક, જે ભેટ સોગાદો આપવામાં આવે છે. તે તમામ મેટાલિક ગ્લાસ સહિતની કિંમતીની વસ્તુઓ પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બે દિવસ દરમિયાન તમામ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
બે દિવસ દરમિયાન તમામ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

કન્યા કેળવણીમાં રૂપિયા જમા કરાવાશે
આ વસ્તુઓની જે રકમ ઉપજે છે , તેને કન્યા કેળવણી નિધિમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ હરાજીમાંથી પાંચ ઘોડાવાળા ચાંદીના રથ, કળશ, તલવાર, જે રકમ મળશે તે રકમ મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ કન્યા કેળવણીમાં અપાશે. ચરખા , મુર્તિઓ , અશોક સ્તંભનો પણ વેચાણમાં સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની પણ અહીં હરાજી કરવામાં આવી હતી. સાયન્સ સેન્ટર ખાતે મોદીએ પહેરેલા સૂટની હરાજી વખતે દેશભરમાં ચર્ચાનો વિષય થયો હતો. કરોડો રૂપિયામાં સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દ્વારા તે સૂટને ખરીદવામાં આવ્યો હતો. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલી ભેટ સોગાદોનો આ રીતે જ હરાજી કરવામાં આવતી હતી.જે ઉપક્રમ વિજયભાઈએ પણ જાળવી રાખ્યો છે.