તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Exercise To Increase Vaccination In Surat Due To Increase In Corona Infection, Cordoning Nandu Doshi's Farm In Katargam, Appeal Was Made To Jewelers To Get Vaccinated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયાસ:સુરતમાં કોરોના સંક્રમણ વધતા વેક્સિનેશન વધારવા ક્વાયત, કતારગામમાં નંદુ ડોશીની વાડીને કોર્ડન કરી રત્નકલાકારોને રસી લેવા અપીલ કરાઈ

સુરત15 દિવસ પહેલા
પતરા મારીને નંદુડોશીની વાડીને કોર્ડન કરીને રત્નકલાકારોને વેક્સિનેસનની સમજણ અપાઈ હતી.
  • ઝડપથી વધતા સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા પ્રયાસો તેજ કરાયા

સુરતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ લોકોમાં અવેરનેસ ખૂબ ઓછી જોવા મળી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નંદુ ડોશીમા અંદાજે 50 હજાર કરતાં પણ વધુ રત્નકલાકારો કામ કરે છે. આ વિસ્તારને કોર્પોરેશન દ્વારા પતરા લગાવીને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી કતારગામ ,વરાછા , સરથાણા વિસ્તારમાં કોરોના સંક્રમણ નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે લોકો વેક્સિન ઝડપથી લઈલે પ્રકારના પ્રયાસો શરૂ કરાયા છે.

લોકોને કોરોનાથી બચવા માટે વેક્સિનેશન અંગની માહિતી અપાઈ હતી.
લોકોને કોરોનાથી બચવા માટે વેક્સિનેશન અંગની માહિતી અપાઈ હતી.

વિસ્તાર કોર્ડન કરી રત્ન કલાકારનો સમજાવાયા
કતારગામનો નંદુ ડોશી વાડીનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લઈને કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાંથી પસાર થઈ નંદુ ડોશીની વાડી વિસ્તારમાં પ્રવેશવા પહેલાં જ દરેકને પૂછપરછ કરી હતી.જે વ્યક્તિઓએ વેક્સિન ન લીધી હોય તેમને વેક્સીનેશન સેન્ટર ઉપર મોકલવામાં આવ્યા હતા. જે લોકોને પૂછવામાં આવતું હતું તે લોકો પૈકી મોટાભાગના લોકોએ વેક્સિન લીધી ન હતી. તેથી તમામ રત્ન કલાકારોને પણ વેક્સિન લઈ લેવા માટે કોર્પોરેશન દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો.

પાલિકા કમિશનરની સૂચના બાદ સમજાવટથી કામ લેવામાં આવ્યું હતું.
પાલિકા કમિશનરની સૂચના બાદ સમજાવટથી કામ લેવામાં આવ્યું હતું.

કમિશનરે મુલાકાત લીધી હતી
કોર્પોરેશનના કતારગામ ઝોનના અધિકારી આર.વી. ગામિતે જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારમાં આવેલી રત્ન કલાકારોની ફેક્ટરી અને કારખાનાઓની મુલાકાત લીધી હતી.તેમજ સમગ્ર વિસ્તારની અંદર તેમણે મુલાકાત લીધા બાદ ચિંતા વ્યક્ત કરી હતી કે, લોકો વેક્સિનેશન નથી કરાવી રહ્યા વિશેષ કરીને નંદુ ડોશીની વાડીમાં 50 હજાર કરતાં વધુ રત્નકલાકારો કામ કરતા હોવાથી આ વિસ્તારમાં વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી હોવાની સૂચના આપી હતી.

વાહન ચાલકોને અટકાવીને તેમને માહિતી અપાઈ હતી.
વાહન ચાલકોને અટકાવીને તેમને માહિતી અપાઈ હતી.

રત્નકલાકારોને વિનંતી કરાઈ
ફેક્ટરીઓની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. રત્ન કલાકારો કોરોના સંક્રમિત ન થાય તેના માટે વેક્સિન અપાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.આજે સવારે અમે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈને તમામ રત્નકલાકારોને વિનંતી કરી છે કે, નજીકમાં જ વેક્સિન આપવા માટેના સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં જઈને પહેલા લઈને આવશો ત્યારબાદ જ તમને આ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે મોટાભાગના રસ્તા કલાકારો ને પરત કરી દેવામાં આવ્યા હતા. તેમને વેક્સીનેશન સેન્ટર ઉપર જવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો