બેઠક:મેટ્રો માટે નાનપુરા-રાજમાર્ગ પર ડાયવર્ઝન શોધવા કવાયત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરિકેટિંગથી ટ્રાફિક ન અવરોધાય તે માટે અધિકારીઓની બેઠક
  • રંગઉપવન રોડ, કસ્તુરબા બાગ માર્ગને વિકલ્પ બનાવાશે

મેટ્રો રેલ પ્રોજેક્ટ લાઇન-૧ હેઠળ ભટાર રોડ પર પાઇલિંગનું કામ હવે પુર્ણતાની આરે છે. હવે મેટ્રોના એલિવેટેડ તથા અન્ડરગ્રાઉન્ડ રૂટ પર કામ શરૂ કરાશે. જેમાં મુખ્ય માર્ગો ઉપર બેરિકેટિંગ કરાતાં ટ્રાફિક અવરોધાવાની શક્તા જોતાં ડાયવર્ઝન નક્કી કરવાની કવાયત શરૂ કરાઇ છે. આ માટે બુધવારે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને જીએમઆરસી અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ગાંધીબાગથી ચોકબજાર ચાર રસ્તા અને રાજમાર્ગ ઉપર ગીચ ટ્રાફિકને હેન્ડલ કરવા સહિતની ચર્ચા કરાઇ હતી.

પાલિકા કમિશનર બી. એન. પાનીએ કહ્યું કે, મેટ્રો રેલના સૂચિત રૂટ ઉપર નિર્માણ કાર્યને વેગ આપવાની રણનીતિ તૈયાર થઇ છે. જોકે તળ સુરતના ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં મુખ્ય માર્ગો સતત વાહનોની અવર-જવરથી વ્યસ્ત રહેતાં હોવાથી આ રૂટ પર મેટ્રો રેલની કામગીરી શરૂ કરવા બેરિકેટિંગથી વાહન વ્યવહારને અસર પડે તેમ છે.

તેમણે કહ્યું કે, ગાંધીબાગ રંગઉપવન પાસેના મુખ્ય માર્ગ ઉપર મેટ્રોની કામગીરીથી વાહન વ્યવહારને અસર થાય તો ગાંધીબાગની પાછળના ક્વોલિટી રેસ્ટોરેન્ટ વાળા રોડનો વૈક્લ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરી શકાશે. તે વાહનોને એસબીઆઇની પાછળના પેટ્રોલપંપ વાળા રસ્તાથઈ કિલ્લાના મેદાનમાંથી બહાર નીકળતા રસ્તાનો ખુલ્લો કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...