શહેરની ફરતે આઉટર રિંગ રોડ યોજના અંતર્ગત ગઢપુર રોડથી સુરત – કામરેજરોડના પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત વ્હીકલ અંડરપાસ, રોડવર્ક, ડિસ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજની કામગીરીનું પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સોમવારે નવા વર્ષના પહેલા દિવસે નિરીક્ષણ કર્યું હતું. ગઢપુર રોડથી સુરત – કામરેજ રોડથી વાલક તાપીબ્રિજને જોડાતો આ વ્હીકલ અંડરપાસ, રોડવર્ક, ખાડીસ્ટ્રક્ચર અને ફ્લાયઓવરની કામગીરી વર્ષ 2024ને બદલે 2023 સુધીમાં પૂર્ણ કરવાની કમિશનરે સૂચના આપી હતી.
આઉટર રિંગ રોડ પ્રોજેકટના ભાગ અંતર્ગત બ્રિજ અને રોડની કામગીરી 2023 સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. પ્રોજેક્ટનાં ભાગમાં કુલ લંબાઈ 1.93 કિ.મી. ની છે, જે પૈકી વ્હીકલ અંડરપાસની 390 મીટર, રોડવર્કની લંબાઈ 410 મીટર, ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 550 મીટર અને રેલ્વેઓવર બ્રિજની લંબાઈ 580 મીટર છે. આ ઉપરાંત 3+3 (સીક્સ લેન) બ્રીજ છે. રૂપિયા 73.57 કરોડના ખર્ચે સમગ્ર કામ ચાલી રહ્યું છે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારોને સીધો લાભ થશે : આ પ્રોજેક્ટ અંતર્ગત વ્હીકલ અંડરપાસ, રોડવર્ક, ડિસ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજની કામગીરી સાકાર થવાથી ગઢપુરરોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા, કોસાડને નવી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. જેનાથી અંદાજે 10 કી.મી.જેવુ ટ્રાફિકના અંતરમાં પણ ઘટાડો થશે તેમજ ઈંધણ અને પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.