સુરત સત્તાનો સંગ્રામ LIVE:ભાજપની ઉમેદવારોની યાદીને લઈને ઉત્તેજનાનો અંત, વરાછામાં કુમાર કાનાણી, મજૂરામાં હર્ષ સંઘવીને ટિકિટ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યાં હતાં. - Divya Bhaskar
ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યાં હતાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આજે ભાજપના ઉમેદવારો જાહેર થવાની વાતે ભારે ઉત્તેજના છવાઈ ગઈ હતી. ગત મોડીરાત્રે ઉમેદવારો ભાજપના જાહેર થવાની વાત હતી. જો કે, રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોને ફોન કરી દેવામાં આવ્યાં હતાં. જેથી ઉમેદવારો ફોર્મ ભરતાં પહેલાં જ ફોર્મમાં આવી ગયાં હતાં. વરાછાની હોટસીટ પરથી ફરીથી કુમાર કાનાણીને ટિકિટ ફાળવાઈ હોવાનો ફોન આવ્યા બાદ તેમને ટિકિટ ફાળવાઈ છે. જ્યારે કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારીને અને મજૂરામાં હર્ષ સંઘવીને ટિકિટ અપાઈ છે.

ભાજપના વિધાનસભાની સુરતના સત્તાવાર 11 ઉમેદવારો જાહેર કરાયા
૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ( મંત્રી)
૧૫૮ કામરેજ પ્રફુલ્લ પાનસેરીયા
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા
૧૬૦ સુરત ઉત્તર કા્ંતિ બલર
૧૬૧ વરાછા રોડ કુમારભાઇ કાનાણી
૧૬૨ કારંજ પ્રવીણભાઇ ઘોઘારી
૧૬૩ લિંબાયત સંગીતા પાટીલ
૧૬૪ ઉધના મનુ પટેલ ( ફોગવા)
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ( મંત્રી)
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ( મંત્રી)
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ( મંત્રી)

કામરેજ બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે.
કામરેજ બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે.

કોંગ્રેસનો પ્રચાર
સુરત કામરેજ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસની પહેલી જાહેર થયેલી યાદીમાં નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં નિલેશ કુંભાણી અને તેના સમર્થકો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુક અને ભાજપના પ્રફુલ પાનસેરીયા સાથે ત્રિપાંખિયો જંગા બેઠકો પર જોવા મળશે. કોંગ્રેસ પણ ધીરે ધીરે હવે છેલ્લી ઘડીએ વધુ જોર લગાડવાનો પ્રયાસ કરી રહી છે.

આપનું પ્રચાર અભિયાન
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બારડોલીના બાબેન ખાતે રોડ-શો માં ભાગ લેશે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાજી બારડોલીના બાબેન ખાતે અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને આપવામાં આવેલી ગેરંટીને ડોર ટુ ડોર પહોંચાડવામાં આવશે.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રહેશે.

એક પણ ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી નથી
બુધવારે ૧૫૫-ઓલપાડ વિધાનસભામાંથી ૧૬ ફોર્મ, ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠકમાંથી ૬ ફોર્મ, ૧૫૭ માંડવીમાંથી ૭ ફોર્મ, ૧૫૮-કામરેજમાંથી ૦૩ ફોર્મ, ૧૫૯ સુરત પૂર્વ વિધાનસભામાંથી ૨૭, જયારે ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભામાંથી ૧૪ ફોર્મ, ૧૬૧-વરાછા રોડ વિધાનસભામાંથી ૧૪, જયારે ૧૬૨ કરંજમાંથી ૧૯ ફોર્મ, ૧૬૩ લિંબાયતમાંથી ૨૭ ફોર્મ, ૧૬૪ ઉધના વિધાનસભામાંથી ૧૮ ફોર્મ, ૧૬૫-મજુરા વિધાનસભામાંથી ૨૨ ફોર્મ, ૧૬૬ કતારગામમાંથી ૧૨ જયારે ૧૬૯ સુરત પશ્રિમમાંથી ૮ ફોર્મ, ૧૬૮ ચોર્યાસી વિધાનસભામાંથી ૩૦ ફોર્મ, ૧૬૯ બારડોલી વિધાનસભામાંથી ૦૫ ફોર્મ અને ૧૭૦ મહુવા વિધાનસભામાંથી ૦૨ ફોર્મ મળી આજરોજ કુલ ૨૩૦ ફોર્મનું વિતરણ કરાયું હતું. જોકે, હજુ સુધી એક પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી.

ઝોન સ્તરે કાર્યપાલક ઇજનેરોને નોડલ બનાવાયા
પાલિકાના 8061 જેટલા કર્મીઓને ચૂંટણી પ્રક્રિયામાં રોકાયા બાદ શહેર વિસ્તારમાં આચાર સંહિતાના અમલીકરણની જવાબદારી પણ નિભાવવાની રહેશે. આ કામગીરી માટે નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર જે. એન. વાઘેલાને મુખ્ય નોડલ ઓફિસર નિયુક્ત કરાયાં છે. જ્યારે પાલિકાના ઝોન સ્તરે જે તે કાર્યપાલક ઇજનેરો અમલીકરણ માટે સેકન્ડ લેવલના નોડલ ગણાશે. આ ટીમમાં ડેપ્યુટી તથા આસિ. અને જુનિયર ઇજનેરોને પણ સમાવી ટીમમાં સમાવી લેવાયાં છે.

4 હજારથી વધુ કર્મીઓને ચૂંટણી કામગીરી સોંપાઇ
આગામી ચૂંટણી પ્રક્રિયા માટે સુરત મહાનગરપાલિકાના કર્મીઓને પ્રિસાઇડીંગ તેમજ આસિસ્ટન્ટ પ્રિ-સાઇડિંગ સહિતના ઓર્ડર મળ્યાં છે. તેમની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવાઇ છે. પાલિકાના વર્ગ-1ના 22 કર્મીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાશે. તેવી જ રીતે વર્ગ-2ના 200, વર્ગ-3ના 3600થી વધુ અને વર્ગ-4ના 4 હજારથી વધુ કર્મીઓની ચૂંટણી કામગીરી માટે પસંદગી કરાઇ છે.

લોકોએ ટ્રેનની માગ કરી
ત્રીએ ગ્લોબલ માર્કેટ , ગુડલક માર્કેટ તથા સિલ્ક સીટી માર્કેટ ના ફેરિયાઓ , મજૂરો , કર્મચારી તથા વ્યાપારીઓની મુલાકાત કરી હતી તથા તેમને " અગ્રેસર ગુજરાત " સંકલ્પ પત્ર , ૨૦૨૨ વિશે માહિતી આપી હતી તથા તેમના વિચારો અને પસંદગી સાથેના સૂચનોના સંકલ્પ પત્ર સ્વીકારી સૂચન પેટીમાં જમા કરાવ્યા હતા .જેમાં કેટલાક લોકોએ એવા પણ સૂચન કર્યા હતા કે સુરતથી ઉત્તરભારત જવા માટે ટ્રેનો વધારવાની ખુબ જરૂર છે ટ્રેનની સંખ્યા વધવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...