એજ્યુકેશન:યુનિવર્સિટીની વિવિધ કોર્સની પરીક્ષાઓ 25મીથી શરૂ થશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓન-ઓફલાઇન બંને રીતે પરીક્ષા
  • બેઠક નંબર મળ્યો ન હોય તો તરત જાણ કરવી પડશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદા જુદા કોર્સોની ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા 25 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. તેવામાં જ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કહ્યું છે કે બેઠક નંબર નહીં મળ્યો હોય તો તરત જ યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે. જે મામલે યુનિવર્સિટીએ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં લખાયું છે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પરીક્ષાઓ યોજાય રહી છે. જો કે, આ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન રીતે લેવાઈ રહી છે.

પરીક્ષા વિભાગે વિદ્યાર્થીઓને બેઠક નંબર ફાળવ્યા છે. જેથી વિદ્યાર્થીઓએ તાકિદે ચેક કરી લેવાના રહેશે. જો કોઇ વિદ્યાર્થીઓનો બેઠક નંબર નહીં આવ્યો હોય તો તેણે પરીક્ષા શરૂ થાય તેના બે દિવસ પહેલા જ યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે. જેથી યુનિવર્સિટી જે તે વિદ્યાર્થીઓને પરીક્ષા નંબર ફાળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટમાં એકથી પાંચ સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એકથી ત્રણ સેમેસ્ટરની ઓનલાઇન પરીક્ષા યુનિવર્સિટી લેશે. જ્યારે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા યુનિવર્સિટી ઓફલાઇન લેશે. અગામી 21 નવેમ્બરથી દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. જે પછી 25 નવેમ્બરથી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની એટીકેટી તેમજ રેગ્યુલર કોર્સોની પરીક્ષા શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...