તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ટેક્નિકલ ખામીને કારણે વંચિત રહેલાની પરીક્ષા આજથી શરૂ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની બેઠક પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ઓનલાઇન પરીક્ષામાં ટેક્નિકલ ખામીથી પરીક્ષા નહીં આપી શકનારા વિદ્યાર્થીઓની ફરી ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. જે પરીક્ષા બીજી સપ્ટેમ્બરથી તબક્કાવાર શરૂ થશે.

અરજીમાં વિષયનો ઉલ્લેખ ન કર્યો હોય તેવા છાત્રોએ બધા જ વિષયોની પરીક્ષા આપવાની રહેશે. જૂના બેઠક નંબર અને હોલ ટિકિટથી પરીક્ષા આપવાની રહેશે.પૂરક પરીક્ષાનું પરિણામ અંતિમ ગણાશે. ઓનલાઇન પૂરક પરીક્ષાઓ માટે સુવિધા ન હોય તો તે ઘર પાસેની બીસીએ કોલેજોમાં જઇ પરીક્ષા આપી શકશે.

ઇન્ટરનલ પરીક્ષા 30 નવે. સુધીમાં પૂર્ણ થશે
કોલેજોએ અંડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર ત્રણ અને પાંચની ઇન્ટરનલ પરીક્ષા 9 ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે અંડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર એક અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 1 અને 3ની ઇન્ટરનલ પરીક્ષા 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. વધુમાં યુનિવર્સિટીની એટીકેટીની એટલે કે સેમેસ્ટર 2, 4 અને 6ની પરીક્ષા 11થી 21 ઓક્ટોમ્બર દરમિયાન ચાલશે. જ્યારે અંડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 3,5ની 22થી 30 ઓક્ટોમ્બર દરમિયાન લેવાશે. અંડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 1 તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 1 અને 3 પહેલીથી 13 ડિસેમ્બરથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...