તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Examination Of Students Of Std. 10 And 12 Repeater Of The Board In Surat, Admission Was Given To The Examinees As Per The Guideline Of Koro.

એક્ઝામ:સુરતમાં બોર્ડના ધો.10 અને 12ના રિપિટરના વિદ્યાર્થીઓની પરીક્ષા, કોરોના ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો

સુરત18 દિવસ પહેલા
સોશિયલ ડિસ્ટન્સ સાથે રિપિટરની પરીક્ષા શરૂ થઈ છે.
  • ધોરણ 10ની 99 કેન્દ્રો પર અને ધો.12ના વિદ્યાર્થીઓની 15 કેન્દ્રો પર પરીક્ષા

કોરોનાની બીજી લહેરમાં 4 મહિના બાદ બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઈ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાના મુદ્દે ભારે અવઢવ વચ્ચે આજથી સુરતમાં પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષાર્થીઓને કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ ઝીગ ઝેગ પ્રકારે રખાઈ હતી. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

યોગ્ય ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.
યોગ્ય ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

કોવિડ ગાઇડલાઇન સાથે પરીક્ષા
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, આજથી ધો.10ની સાથે 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિપિટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાઈ રહી છે. ધો.10ના 16,967 વિદ્યાર્થીઓની પરીક્ષા 99 કેન્દ્રો, ધો.12ના 9,500 વિદ્યાર્થીઓની પરીક્ષા 25 કેન્દ્રો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 3,177 વિદ્યાર્થીઓની પરીક્ષા 15 કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. પરીક્ષા કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર લેવાઈ રહી છે.

પરીક્ષાર્થીઓને હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ અપાયો હતો.
પરીક્ષાર્થીઓને હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ અપાયો હતો.

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન
શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર રિપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ડીઇઓ કચેરી ખાતે પરીક્ષા હેલ્પ લાઇન શરૂ કરાય છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા મુંજવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન અપાશે. જે હેલ્પ લાઇન સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી આ હેલ્પલાઇન ચાલુ રાખવામાં આવશે. જેમાં એક્સપર્ટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.