નવતર પહેલ:દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નર્સિંગ કોલેજીસને પરીક્ષાના પેપર ઓનલાઇન મોકલશે; માર્ક્સ ઓનલાઇન જ આપવામાં આવશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નર્સિંગ કોલેજોને મુખ્ય જાહેર પરીક્ષાના પેપરો ઓનલાઇન મોકલશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓની પરીક્ષાની આન્સર બુક પણ યુનિવર્સિટી ઓનલાઇન ચેક કરીને માર્ક્સ પણ ઓનલાઇન જ આપશે. જોકે, નર્સિંગ કોર્સમાં ઓનલાઇન પેપર મોકલવાથી માંડી પેપર ચેક કરવા અને માર્ક્સ આપવા સહિતની કામગીરી કરનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દેશની પહેલી યુનિવર્સિટી બનશે.

રવિવારે યુનિવર્સિટીમાં નર્સિંગ કોર્સની ઓનલાઇન પરીક્ષા યોજવા બાબતે બેઠક મળી હતી. બેઠકમાં કોલેજોની નાની એટલે કે ઓછાં માર્કની ઇન્ટરનલ પરીક્ષાઓ ઓનલાઇન યોજવી, યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષાના પેપરો કોલેજો પર અડધો કે પોણો કલાક પહેલા ઓનલાઇન પહોંચાડવા, પરીક્ષા આન્સર બુક સ્કેન કરીને સોફ્ટવેર પર અપલોડ કરવા, ઓનલાઇન ચેકિંગ કરવું અને માર્ક્સ પણ ઓનલાઇન અપલોડ કરવા સહિતની બાબતોનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...