ગુજરાતી ટોપ 10માં:UPSCની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં 8મુ સ્થાન મેળવ્યું, ગુજરાતમાં પ્રથમ ક્રમે

સુરત2 મહિનો પહેલા
કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતથી કરી હતી, તેણે દિલ્હી ક્યાંય કોચિંગ ક્લાસ કર્યા ન હતા.
  • 2019માં દેશભરમાં 94મો ક્રમ મળતાં IASની જગ્યાએ IPS કેડરમાં તક મળેલી
  • 2020માં IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો

સુરતના કાર્તિક જીવાણીએ ત્રણ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કાર્તિક જીવાણીએ યુપીએસસીની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો છે. કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતથી કરી હતી તેણે દિલ્હી ક્યાંય જગ્યા કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા ન હતા પરંતુ ઓનલાઇન ક્લાસીસ કરતો હતો. દિલ્હીના તમામ યુપીએસસીના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો અને તેના આધારે તૈયારીઓ કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં કર્યો હતો અને ત્યારબાદ તે કોલેજ મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો.

હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતા સફળતા મળી
કાર્તિક જીવાણી એ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબ એ પ્રકારે હતું કે બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે.

આ પહેલા બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો.
આ પહેલા બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો.

સફળતા માટે માતા-પિતાને શ્રેય આપ્યો
કાર્તિક જીવાણી રોજ આઠથી દસ કલાકનું વાંચન કરતો હતો. જેમાં તે મહદઅંશે આખી રાત વાંચતો હતો અને સવારે સૂતો હતો આ પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો હતો. વિશેષ કરીને કાર્તિક જીવાણીના કહેવા પ્રમાણે જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ ઘણી વખત જાગતા રહેતા હતા. જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી માતા અડધી રાતે પણ મારા માટે ચા બનાવી આપી હતી. અને તેના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું.

કાર્તિકે પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો.
કાર્તિકે પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો.

કાર્તિક હવે આઈએએસની ટ્રેનિંગ માટે જશે
કાર્તિક જીવાણીએ જણાવ્યું કે હવે ધીરે ધીરે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ જીપીએસસી અને યુપીએસસી તરફ વધી રહ્યું છે. સતત ન્યૂઝ પેપરનું વાંચન કરતા રહેવું જોઈએ, પહેલા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોને એક જ કારણે સતત તેને લખવાની કન્ટિન્યુસ પ્રોસેસ કરવી જોઈએ અને રિવિઝન સતત કરતા રહેવું જોઈએ. જેના થકી આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ સરળ થઈ જાય છે. કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આઈપીએસની ટ્રેનિંગ પૂર્ણ થવામાં માત્ર દોઢ મહિનો બાકી છે. હવે તે આઈએએસની ટ્રેનિંગ માટે મહેસૂલ જશે અને ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.

કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે.
કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

રાવ સાહેબની વાત સાંભળીને IAS બનવાનું વિચાર્યું
વરાછામાં લેબોરેટરી ચલાવતા ડો. નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીનો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતી કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને કાર્તિકને પણ IAS બનવાની ઈચ્છા જાગી હતી.

ફર્સ્ટ પર્સન: હૈદરાબાદથી ખાસ ભાસ્કર માટે કાર્તિક જીવાણી
​​​​​​​
‘મારો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસૂતિ કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની ઈચ્છા હતી. પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.આમ તો 2019માં જે રીતે તૈયારી કરતો હતો તેના કરતાં સમય ખૂબ ઓછો મળતો હતો. હૈદરાબાદમાં ટ્રેનિંગ IPSની ચાલતી હતી.

સમય ખૂબ ઓછો મળતો હતો. પરંતુ આત્મવિશ્વાસ વધી ગયો હતો. એકવાર આપણે પરીક્ષા પાસ કરી ચૂક્યા પછી ડર ઓછો થઈ ગયો હોય. આ વખતે રેન્ક સારો મેળવવામાં સફળતા મળી છે. ધોરણ 1થી 8માં મેં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ મેળવ્યું છે. સ્પોકન ઈંગ્લીશના ક્લાસ કરીને અંગ્રેજી પાક્કુ કર્યું હતું. મેં પણ હાર્ડ વર્ક કર્યુ છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક કરતાં હોય છે પરંતુ હાર્ડ વર્કમાં પ્રેક્ટિકલ પોઈન્ટ ભુલી જાય છે કે, રોજ 15થી 18 કલાક તૈયારી કરવાથી વધારેયા ત રહેશે એવું નથી. હું રોજ માત્ર 8થી 10 કલાક જ પ્રેક્ટિસ કરતો હતો. કારણ કે, દિવસમાં 18 કલાક વાંચેલું કોઈ દિવસ યાદ રહેતું નથી. જ્યારે મને કંટાળો આવતો ત્યારે યુપીએસસી પાસ કરેલા ઓફિસર્સના વિડિયો જોઈ પોતાની જાતને મોટીવેટ કરતો હતો.

ક્લાસીસમાં ગયા વગર જ ઈન્ટરનેટ પર વિડિયો જોઈ તૈયારી કરતો હતો. જ્યારે પહેલી વખત યુપીએસસીની પરીક્ષા આપી ત્યારે પાસ કરી શક્યો ન હતો. એક વિક સુધી હું ડિપ્રેશનમાં રહ્યો હતો. ત્યારે મેં વિચાર કર્યો કે, હું નાપાસ કેવી રીતે થયો? એ કારણ જાણ્યું તો ખબર પડી કે, લખવાની સ્પીડ ઓછી હોવાને કારણ હું નાપાસ થયો હતો. એટલે ત્યાારે ઘરે એક બેન્ચ મુકાવી ત્યાર પછી ટાઇમ પર ટેસ્ટ પેપર આપતો હતો. આવી રીતે પેપરની પ્રેક્ટિસ કરીને વર્ષ 2019માં પ્રથમ વખત મે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને સમગ્ર દેશમાં 94મો ક્રમ અને ગુજરાતમાં પહેલા ક્રમે આવ્યો હતો. ત્યાર બાદ મને વાંચવાની અને લખવાની પ્રેક્ટિસ પડી ગઈ હતી.

મારી પરીક્ષા પાસ કરવામાં મારા માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. મને રાત્રે વાંચવાની આદત હતી ત્યારે મને કંપની આપવા માટે મમ્મી-પપ્પા મારી રૂમની અંદર જ રહીને મને કંપની આપતા હતાં. જ્યારે કંટાળો આવતો ત્યારે હું ફિલ્મ જોઈ લેતો હતો. આ પરીક્ષા આપતા પહેલા મેં અલગ અલગ વર્ષમાં લેવાયેલી યુપીએસસીની પરીક્ષાના 25 જેટલા પેપર્સ સોલ્વ કર્યા હતાં.