દારૂના કેસમાં મહિલા નેતા ઝડપાયાં:સુરતમાં ઝડપાયેલા દારૂના કેસમાં પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી બહાર આવતા ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં અવારનવાર દારૂ પકડાવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક મહિલા નેતા જ દારૂના કેસમાં સંડોવાયાં હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરા પોલીસને માહિતી મળતા પીપલોદના ચાંદની ચોક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં કારમાં દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળતા કિશનને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ થતા માલૂમ પડ્યું કે, તેમાં એક મહિલાની પણ સંડોવણી છે. પોલીસે તાત્કાલિક મહિલા સહિત એક ઈસમની ધરપકડ કરી છે. ઝડપાયેલાં મહિલા નેતા પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસની પૂર્વ મહિલા મોરચા પ્રમુખ ઝડપાઈ
ઉમરા પોલીસે ચાંદની ચોક વિસ્તારમાં દારૂના જથ્થા સાથે બોલેરોને ઝડપી પાડી હતી. ઈસમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી દારૂ મંગાવવામાં છે. જેના આધારે પોલીસે મેઘના પટેલની ધરપકડ કરી છે. કોંગ્રેસમાં ખૂબ જ સક્રિય રહેનાર એવી મેઘના પટેલની સંડોવણીથી રાજકીય રીતે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમય પહેલાં કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતાં.

બોલેરોમાં દારૂ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
બોલેરોમાં દારૂ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

મેઘના પટેલની સંડોવાણી બહાર આવી છે: ડીસીપી
સુરત ડીસીપી સાગર બાઘમારેએ જણાવ્યું કે, સાડા સાત લાખ રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળીને દસ લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લલિત નામના ઇસમની ધરપકડ કર્યા બાદ એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૂછપરછ કરતાં સામે આવ્યું અને જાણવા મળ્યું છે કે, જે મહિલા પકડાઈ છે. તે કોંગ્રેસના પક્ષના હોદ્દા ઉપર પણ રહી ચૂકી છે. મેઘના પટેલનો ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...