આત્મહત્યા:વેસુમાં માજી સરપંચ - ઝીંગા તળાવના માલિકનો ફાંસો, પ્રેમસંબંધના કારણે પગલુ ભરવાની શક્યતાઓ વ્યકત

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસુમાં રહેતા માજી સરપંચના પુત્રે ગુરુવારે સવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રેમસંબંધમાં તેણે આપઘાત કર્યો હોવાનુ જાણવા મળ્યું છે. વેસુ કુંભાર ફળીયામાં રહેતા સંદિપ પટેલ(32) ઝીંગા તળાવ અને મંડપના ધંધા સાથે સંકળાયેલો હતો. તેના પિતા નવીનભાઈ માજી સરપંચ છે. ગુરુવારે સવારે સંદિપે ઘરમાં ફાંસો ખાધો હતો.

પરિવારને જાણ થતા સંદિપને નીચે ઉતારી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ કારણ સ્પષ્ટ થયું ન હતું. જોકે સંદિપને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું તેમજ આ પ્રેમસંબંધમાં જ તેણે આપઘાતનું પગલુ ભરી લીધું હોવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. હાલ ઉમરા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.સંદિપને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

અન્ય સમાચારો પણ છે...