તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:‘12 લાખ માઇગ્રેટેડ શ્રમિકોને EWS આવાસ આપવામાં આવે’, ચેમ્બર ઓફ કોમર્સની સુડાને રજૂઆત

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં કામ કરતાં અન્ય રાજ્યના શ્રમિકોને કોરોના જેવી આફતમાં વતનમાં ઉચાળા ભરવા ન પડે તેમજ તેમને શહેરમાં જ પોતાનું ઘર મળી રહે તે માટે ચેમ્બર દ્વારા પાલિકા કમિશનર અને સુડાને ઇડબલ્યુ આવાસ આપવા રજૂઆત કરવામાં આવી છે.શહેરમાં 15 લાખ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાંથી 3 લાખ સ્થાનિકો છે.

જ્યારે 12 લાખ શ્રમિકો ઓરિસ્સા, યુપી, મધ્યપ્રદેશ અને બિહાર સહિતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે. તેમને જે રહેણાંક વિસ્તાર આપવામાં આવે છે તે ભાડા પર આપવામાં આવે છે. ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, જે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે તેના એક કિલોમીટર વિસ્તારમાં આવાસ બનાવીને તેમને ભાડાની જગ્યાએ પોતાનું આવાસ આપવામાં આવે છે. જેથી કરીને કોરોના જેવી રોગચાળાની સ્થિતિમાં સુરત છોડીને તેમને વતન જવું ન પડે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે સુરતમાં 12 લાખ જેટલા માઈગ્રેટેડ શ્રમિકો છે, જો તેમને અહિંયા જ તેમના પોતાનું ઘર મળી રહે તો કોરોના જેવી આફતમાં તેઓ શહેર છોડીને વતનમાં જવાનું ટાળશે. આ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુડાને ઇડબલ્યુ આવાસ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો