જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શનિવારે મળેલી સંકલનની બેઠકમાં અગાઉ એલોટમેન્ટ થઇ ગયેલા આવાસોના લાભાર્થીના નામે કનેકશન નહીં આપવામાં આવતું હોવાથી કુંભારીયામાં તૈયાર 768 ઇડબ્યુએસ આવાસનું લોકાર્પણ આટવાયું હોવાની રજુઆત કરાઈ હતી.
શહેરી વિકાસ સત્તા મંડળના કારોબારી અધિકારીએ કરેલી રજુઆતમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજીવ આવાસ યોજના અંતર્ગત આવાસ એલોટમેન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ વીજ કંપની દ્વારા લાભાર્થીઓના નામે કનેકશન આપવામાં આવતું નથી. જેના કારણે આ આવાસના સુડાના કાર્યપાલક ઇજનેરના નામે કનેશન લેવા પડે છે.
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ડી.પી.ટી.પી. હાઇવે કે અન્ય ગ્રામ્ય રસ્તાઓ પર બનાવવામાં આવી રહેલા બ્રિજ રસ્તાની પહોળાઇ કરતા ઓછી પહોળાઇના બનાવવા આવે છે. જેના કારણે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાની શક્યતા હોવાથી બ્રિજની ડિઝાઇન બદલવા રજુઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદે ઝીંગા તળાવ અને ફાળવાયેલી કે વેચાયેલી સરકારી જમીનની માહિતી માંગી હતી. સાંસદ મંત્રી દર્શના જરદોશે ધીમી ગતિએ ચાલતી સીટી સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.