તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • EVM Of 484 Candidates Sealed In Surat, Counting Of Votes At SVNIT And Government College Majura Gate Tomorrow, Tight Security Arranged

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતગણતરી:સુરતમાં 484 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, આવતીકાલે SVNIT અને સરકારી કોલેજ મજુરા ગેટ ખાતે મત ગણતરી,ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સુરત11 દિવસ પહેલા
મતગણતરી સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
  • મતગણતરી સ્થળ પર ઉચ્ચ અધિકારીઓનું રાઉન્ડ ધી ક્લોક મોનિટરીંગ, સ્ટ્રોંગરૂમમાં EVM મશીન રખાયા
  • ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન લગાવવાઈ

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. મંગળવારે સવારે 8 વાગ્યાથી સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં16 જ્યારે ગાંધી એન્જનિયરિંગમાં14 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં EVM મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે.હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

અલગ અલગ વોર્ડની મતગણતથી અલગ અલગ થવાની છે.
અલગ અલગ વોર્ડની મતગણતથી અલગ અલગ થવાની છે.

બે વાગ્યા સુધીમાં પરિણામ ક્લિયર થાય તેવી આશા
મતગણતરી માટે અલગ અલગ વોર્ડનું અલગ રીતે કાઉન્ટીંગ થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે. જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

મતગણતરી સ્થળ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મતગણતરી સ્થળ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો