તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Everyone Pays Attention To Clever Children But Hates The Weak', On This Issue, The Teacher From Surat Quit Her Job As A Principal For Such Children.

કેળવણીકારની મક્કમતા:‘હોંશિયાર બાળકો પર બધા ધ્યાન આપે પણ નબળાને ધિક્કારે છે’, આ મુદ્દે સુરતની શિક્ષિકાએ આવા બાળકો માટે આચાર્યની નોકરી છોડી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતનાં શિક્ષિકા બાલાસરસ્વતી નાયરે અભ્યાસમાં નબળાં બાળકોને આગળ લઈ જવા માટે વિવિધ પ્રયાસો કર્યાં છે. તેઓ કહે છે કે હોંશિયાર બાળકો પર બધા ધ્યાન આપે છે અને તેમનું દરેક જગ્યાએ સન્માન થાય છે. પરંતુ નબળા બાળકોને બધા ધિક્કારે છે. આવા નબળા બાળકોને આગળ લઈ જવા શહેરના બાલાસરસ્વતી નાયરે ખાનગી શાળાના આચાર્યની નોકરી છોડી અને ફક્ત નબળા બાળકો પર કામ શરૂ કર્યું. 40 વર્ષની ઉંમરમાં લર્નિંગ ડિસેબિલિટી વિષયમાં એમફીલ કર્યુ. તેમજ સમગ્ર ભારતમાં ફરી 30 થી વધારે વિવિધ કોર્સ કર્યા. હાલમાં તેઓ નબળા બાળકોને ભણાવી શકે તે માટે શિક્ષકો-પેરેન્ટ્સને ઓનલાઈન ટ્રેનિંગ આપે છે.

‘ડિસઓર્ડર વિશે કોઈ જાણતું નથી’
‘શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી હતી. મને પહેલેથી જ નબળા બાળકો માટે કંઈકને કંઈક કરવાની ઈચ્છા થતી રહેતી. પછી મને જાણવા મળ્યું કે લર્નિંગ ડિસેબિલિટીને કારણે આવા બાળકો ભણી શક્તા નથી. જો મારે એમને મદદ કરવી હોય તો પહેલા જાતે એ વિષયમાં ભણવું પડશે. તેથી અંતે મેં મારા પ્રશ્નના ઉત્તરની શોધમાં સ્કૂલની નોકરી છોડી દીધી. ત્યારબાદ લર્નિંગ ડિસેબિલિટી વિષયમાં એમફીલ કર્યું. જાણ થઈ કે શિક્ષકો આ ડિસઓર્ડર વિશે જાણતા જ નથી. હું જાતે શહેરની 400 શાળાઓમાં આ ડિસઓર્ડર વિશેની માહિતી આપવા ગઈ અને જણાવ્યું કે હું આવા બાળકો માટે વર્કશોપ કરીશ. પરંતુ એ સમયે 99 ટકા શાળાએ મને સાંભળી નહિ.2008 માં એન એનજીઓ શરૂ કર્યું અને તેમાં ભણવામાં નબળા બાળકને ભણાવવાનું શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...