ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનું વાતાવરણ હોવાથી સુરતમાંથી દેશભરમાં મોકલાતા પાર્સલોમાંથી રોજ 2 હજાર પાર્સલ રિટર્ન થઈ રહ્યાં છે.મંદી અને મોંઘવારીના પગલે શહેરની પ્રોસેસિંગ મિલોની હાલત ખરાબ થઈ રહી છે, બીજી તરફ ટેક્સટાઈલ માર્કેટમાં પણ મંદી છે.
દિવાળી બાદ લગભગ તમામ સિઝનમાં ટેક્સટાઈલના વેપારીઓને ફટકો સહન કરવાનો વારો આવી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાં સુરતના વેપારીઓ દ્વારા ટેક્સટાઈલ પ્રોડક્ટ નિકાસ કરાય છે. સુરતમાંથી સામાન્યદિવસોમાં રોજની 200થી 300 ટ્રકોમાં માલ મોકલવામાં આવે છે. હાલ માર્કેટમાં મંદી હોવાથીમાંડ માંડ 100 ટ્રક માલ મોકલવામાં આવી રહ્યો છે અને જેમાંથી 20ટ્રકમાં 2 હજાર જેટલાં પાર્સલો રિટર્ન થઈ રહ્યાં છે.
હાલ કાપડ માર્કેટમાં મંદીનું વાતાવરણ છે
ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ આ અંગે જણાવ્યું કે, ‘હાલ ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે માલ પણ વધારે રિટર્ન થઈ રહ્યો છે. હાલરોજ સુરતમાં 20 ટ્રકમાં 2 હજાર જેટલાં પાર્સલો રિટર્ન થઈ રહ્યાં છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.