તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શહેરમાં દર 2 મિનિટે એક પોઝિટિવ કેસ, ભાજપના 7, આપના 1 કોર્પોરેટર સંક્રમિત થયા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શનિવારે બંધ કરાવેલી APMC બહારની શાકમાર્કેટ રવિવારે ફરી ધમધમતી - Divya Bhaskar
શનિવારે બંધ કરાવેલી APMC બહારની શાકમાર્કેટ રવિવારે ફરી ધમધમતી
 • 10 દિવસ પહેલા સુરતમાં 395 કેસ હતા જે રોજેરોજ વધીને ડબલ થઇ ગયા, હોસ્પિટલમાં 765 દર્દી દાખલ, સિવિલ-સ્મિમેરમાં 12 દર્દી વેન્ટીલેટર પર, 110 દર્દી ઓક્સિજન પર
 • અઠવામાં સૌથી વધુ 112 કેસ, ધીરે-ધીરે રાંદેરમાં પણ ઉથલો દેખાયો, નવા 103 કેસ સાથે રાંદેરમાં કુલ 7666 કેસ

શહેર જિલ્લામાં વધુ 775 કેસ એટલે કે દર 2 મિનીટે 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 63130 થઈ ગઈ છે. રવિવારે શહેરમાં ડિંડોલીના 35 વર્ષીય યુવક અને ડિંડોલીના 83 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હતું. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1165 થઈ ગયો છે.

રવિવારે શહેરમાંથી 481 અને જિલ્લામાંથી 105 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતાં જેથી કુલ 58191 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. બીજી તરફ ભાજપના 7 અને આપના 1 કોર્પોરેટર સંક્રમિત થયા છે. ઉલ્લેખનિય છે કે 10 દિવસ પહેલા સુરતમાં 395 કેસ હતાં, જે હવે ડબલ થઇ છે. હાલ સિવિલ અને સ્મિમેરમાં 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 110ને ઓક્સિજનની જરૂર પડી રહી છે. કોરોના ફરી વકરતાં હાલ હોસ્પિટલમાં 765 દર્દીઓ સારવાર હેઠળ છે.

રવિવારે આવેલા નવા કેસોમાં ઝોન પ્રમાણે સંક્રમણની વાત કરીએ તો અઠવા ઝોનમાં જ 112 કેસ આવ્યા છે, જ્યારે રાંદેરમાં પણ 103 કેસ નોંધાયા છે તેમજ ઉધનામાં 72, કતારગામમાં 73 અને વરાછા-બીમાં 57 કોરોના કેસ નોંધાયા છે. શહેર જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ઓછી રહેતા સતત એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 19 દિવસમાં એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો છે. ગઈ તા. 9 માર્ચના રોજ શહેર જિલ્લામાં 780 એક્ટિવ કેસ હતા. જે 28 માર્ચના રોજ 3774 થઈ ગયા છે.

પુણા-કુંભારિયા રોડ એપીએમસી માર્કેટ સામે રવિવારે ગેરકાયદે શાકભાજી માર્કેટ ભરાઇ છે. લગભગ 300થી વધુ પાથરણાં શાકભાજી-ફ્રૂટ વાળા તેમજ સેંકડો ખરીદી માટે આવતા લોકોથી એકતરફનો રસ્તો જ વાહન વ્યવહાર માટે જાણે બંધ થઈ ગયો છે. પાલિકાએ શનિવારે જ આ માર્કેટ બંધ કરાવી દીધી હતી છતાં રવિવારે ફરી ધમધમતી થઇ ગઇ છે.

ટેક્સટાઇલ માર્કેટ, શાક વિક્રેતાના દર અઠવાડિયે RTPCR ટેસ્ટ કરાશે
સુરત : ટેક્સટાઈલ માર્કેટો-ડાયમંડ યુનિટો-ફ્રુટ વેન્ડરો-શાકભાજી વિક્રેતોઓમાં સુપરસ્પ્રેડર વધુ હોય સપ્તાહમાં એક વખત આરટીપીસીઆરની સૂચના અપાઈ છે. 125થી વધુ સુપર સ્પ્રેડરો નોંધાયા છે. સુપર સ્પ્રેડરોના હવે ફરીથી આરટીપીસીઆર કરાશે. દર સપ્તાહે ટેસ્ટ કરવાના રહેશે.

ખોટું સરનામું આપનાર કોવિડગ્રસ્ત મહિલા દર્દી સામે પોલીસમાં ફરિયાદ
સુરત : હોસ્પિટલને ખોટુ સરનામુ જણાવનાર દર્દી સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અમિતા રાજીવ ખંડેવાલ (44)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાએ સરનામુ 206 શાંતિનગર આંજણાફાર્મ લખાવ્યું હતું. આ એડ્રેસ ખોટુ હોવાથી ફરિયાદ કરાઈ છે.

AAPના કોર્પોરેટર કે.કે. ધામીને પણ ચેપ લાગ્યો, RTPCR ટેસ્ટ કરાવ્યા પછી પણ મેયર બજેટની મિટીંગમાં ગયા હતાં
શહેરના રાજકારણમાં હવે કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. મેયર હેમાલી બોઘાવાલાએ પહેલા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમણે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવવાનો બાકી હોવા છતા મેયર હેમાલી બોઘાવાલાએ દરકાર લીધી ન હતી અને ભાજપ કાર્યાલય ખાતે શનિવારે યોજાયેલી બજેટની મોક બોર્ડ મિટીંગમાં પણ પહોંચી ગયા હતા. આ મિટીંગમાં ભાજપના મોટા ભાગના કોર્પોરેટરો તેમજ ભાજપના અગ્રણીઓ પણ હાજર હતા. આ મિટીંગમાં ભાજપના જ સંખ્યાબંધ નેતાઓ મેયરના સંપર્કમાં આવ્યા હોવાનો અંદાજ લગાવી શકાય છે.

શનિ-રવિમાં પોઝિટિવ આવનાર કોર્પોરેટરના સંપર્કમાં આવેલા નેતાઓની પણ તપાસ થશે
​​​​​​​શહેરના રાજકારણમાં હવે કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. શનિવારે મેયર હેમાલી બોઘાવાલા કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યા બાદ શહેરના અન્ય 8 જેટલા નગર સેવકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના પણ એક નગર સેવક સંક્રમિત થયા છે. શનિવારે મેયર હેમાલી બોઘાવાલાની સાથે ભાજપના જ અન્ય 4 નગર સેવક પણ કોરોના સંક્રમિત થયા હતા. રવિવારે ભાજપના અન્ય 3 નગર સેવક અને આમ આદમી પાર્ટીના 1 નગરસેવક મળી વધુ 4 નગર સેવકો સંક્રમિત આવેલા કોર્પોરેટરના સંપર્કમાં આવેલાઓની પણ તપાસ કરવામાં આવશે.

કયા- કયા નગર સેવકો સંક્રમિત થયા છે
હેમાલી બોઘાવાલા મેયર
ગૌરી સાપરીયા કોર્પોરેટર (BJP)
હીમાંશુ રાઉલજી કોર્પોરેટર (BJP)
મનીષા મહાત્મા કોર્પોરેટર (BJP)
રાજન પટેલ કોર્પોરેટર (BJP)
નરેન્દ્ર પાંડવ કોર્પોરેટર (BJP)
રાજેશ જોડીયા હોસ્પિ. સમીતીચેરમેન
કે. કે. ધામી કોર્પોરેટર (આપ)

ભાજપના કૌર્પોરેટર કૃણાલ સેલરનો રિપોર્ટ હજી પેન્ડીંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો