પાલિકાનો નિર્ણય:આખરે ગણેશ વિસર્જન માટે શહેરમાં 18 કૃત્રિમ તળાવ બનાવવા પાલિકાનો નિર્ણય

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2 ફૂટ સુધીની મૂર્તિ ઘરઆંગણે, બાકીની કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવા અપીલ કરાશે
  • વર્ષ 2019માં દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા

મંગળવારે રાજ્ય સરકારે ગણેશોત્સવ તહેવારને લઇ ગાઇડલાઇન અને એસઓપી જાહેર કરી નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરતા હવે સુરત મહાનગર પાલિકાએ શહેરમાં ગણેશ વિસર્જન માટે 18 જેટલા કૃત્રિમ તળાવ બનાવવાનો આખરે નિર્ણય લઇ લીધો છે. કૃત્રિમ તળાવમાં 2થી 4 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જન કરી શકાશે. જ્યારે 2 ફુટ સુધીની મૂર્તિઓ ગણેશ આયોજકો ઘર આંગણે જ વિસર્જન કરે તે માટે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવશે.

તાજેતરમાં દશામાં વિસર્જન માટે કૃત્રિમ તળાવો નહિં બનાવાતા ઓવારા, ખાડી અને રસ્તાઓ પર માતાજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળતા લોકોની લાગણી દુર્ભાઇ હતી. સરકારે આ વર્ષે 4 ફુટ સુધીની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની ગાઇડલાઇન બહાર પાડી હતી. શહેરમાં અંદાજે 60 હજારથી વધુ પ્રતિમાની સ્થાપના થાય છે. જેથી ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની માંગણીઓ ગણેશ મંડળો તરફથી થઇ રહી હતી.

વર્ષ 2020માં કોરોનાને લઇ ચુસ્ત ગાઇડલાઇન અમલમાં મુકાઇ હતી. જેથી માત્ર 2 ફુટ સુધીની જ ગણેશ પ્રતિમાની સ્થાપના અને ઘર આંગણે જ વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી 2020માં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા ન હતા. 2019માં શહેરમાં દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા.

7 ઝોનમાં આ સ્થળો પર ત‌ળાવ બનાવાશે
1. અઠવા: ડુમસ ગામ-કાંદી ફળિયા ખાતે 2, ભીમરાડ ધીરજસન્સ ચોકડીની નજીક સરસાણા રોડ
2. સેન્ટ્ર્લ: ડક્કા ઓવારા
3. વરાછા: સીમાડા હરે કૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટસની બાજુમાં, સરથાણા વી.ટી.સર્કલ નજીક, મોટાવરાછા રામ ચોક પાસે
4. લિંબાયત: નવાગામ-ડીંડોલી નંદનવન રો હાઉસ તરફ જતા રોડ પર
5. ઉધના: ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે સંગમનગર સોસાયટી પાછળ, રીંગરોડ જુની સબજેલવાળી જગ્યા, સચીન સુડા સેકટર 3નો કોમન પ્લોટ
6. રાંદેર: પાલ હજીરા રોડ નવી RTO નજીક, જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની સામે
7. કતારગામ: એચ-4 આવાસ પાસે, સિંગણપોર કોઝવે પાસે, ડભોલી વણઝારાવાસ ઓવારા તરફ, ઉત્રાણ મૌની સ્કુલ પાસે, કતારગામ લંકા વિજય ઓવારા પાસે કૃત્રિમ તળાવો બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...