તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતુલ વેકરિયાનો ડ્રિંક & ડ્રાઇવ કેસ:છેવટે અતુલ વેકરીયા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો પોલીસે દાખલ કર્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોપેડને ભારે નુકશાન છતાં પોલીસ કહે છે કાર ધીમી હતી - Divya Bhaskar
મોપેડને ભારે નુકશાન છતાં પોલીસ કહે છે કાર ધીમી હતી
 • અતુલ વેકરીયાનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો પણ દાખલ કરાશે
 • આરોપીના જામીન કેન્સલ કરવા કોર્ટમાં પ્રોસેસ કરાશે : DCP વિધિ ચૌધરી

વેસુમાં હીટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરીયા સામે અકસ્માતની હળવી કલમો લગાડતા કોર્ટમાંથી જામીન મળી ગયા પછી 304ની કલમ (સાપરાધ મનુષ્યવધ)નો ઉમેરો શનિવારે સાંજે કર્યો હતો. જો કે આરોપીનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ હજી આવવાનો બાકી હોય પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો નથી. આ રિપોર્ટ આવ્યા બાદ MV એક્ટ 185 કલમનો ઉમેરો પણ થઇ શકે છે.

ટ્રાફિક પોલીસના એસીપી મેવાડાએ એક્સીડન્ટવાળી જગ્યાની વિઝિટ કરી તેમણે પણ એમવી એક્ટ 185 અને 304ની કલમ ઉમેરો કરવાની વાત કરી હતી છતાં ઉમરા પોલીસે વાતને પણ ધ્યાને ન લીધી હતી. છેવટે પોલીસે 304ની કલમનો ઉમેરો કર્યો હતો. ઝોન-3 ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યુ હતું કે, ‘એક્સીડન્ટના કેસમાં 304ની કલમનો ઉમેરો કરાયો છે, સાથે આરોપીના જામીન કેન્સલ કરવા માટે પણ કોર્ટમાં પ્રોસેસ કરવામાં આવશે.’

હવે આ કેસમાં મજબૂત કડીઓ મેળવવા માટે પોલીસે ફ્રેન્કીની લારી ચલાવતી મહિલા અને તેના પુત્રના નિવેદનો લીધા છે ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા છે. જ્યારે અન્ય એક મોપેડને પણ અડફટે લીધું હતું. તે દંપતીના નિવેદન પણ લેશે.

પોલીસ પ્રમાણે ઍક્સિડન્ટ થયું ત્યાં રોડ પર બમ્પ હતો એટલે કારની સ્પીડ ધીમી હતી. જો કે ઍક્સિડન્ટ તો બમ્પ પહેલા થયું છે તેમજ જે સ્થળ પર અકસ્માત થયો છે તે પણ બમ્પથી દુર છે. ઉર્વશીના મોપેડને પણ ભારે નુકશાન થયું છે.એકવાર પોલીસે ઉર્વશીની મોપેડ જોવાની જરૂર છે કેમ કે મોપેડમાં જે રીતે ઘસારો છે તે જોતા કારની સ્પીડનો અંદાજો લગાવી શકાય છે

અગાઉના જામીન રદ થયા બાદ ધરપકડ થઇ શકે
IPCકલમ 304(એ) હેઠળ જામીન મળ્યા હોય તો પોલીસે કલમ 304નો ઉમેરો કોર્ટમાં મોકલી અગાઉના જામીન રદ કરવા અંગેની અરજી આપી ફ્રેશ વોરંટ ઇશ્યુ કરાવવું જોઇએ. ત્યાર બાદ આરોપીની ધરપકડ પોલીસ કરી શકે છે. - ઝમીર શેખ, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો