તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:ઈદના દિવસે પણ સદભાવના મંડળે કોવિડ બોડી પેકિંગની કામગીરી ચાલુ રાખી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સદભાવનાના 24 સભ્યો ઈદની ઉજવણીની જગ્યાએ સેવામાં જોડાયા હતા. - Divya Bhaskar
સદભાવનાના 24 સભ્યો ઈદની ઉજવણીની જગ્યાએ સેવામાં જોડાયા હતા.
  • સંસ્થાના 24 જેટલા સભ્યો ઈબાદત બાદ તરત ફરજમાં જોડાયા

સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. રોજ 3 લાખથી વધુ કેસ કેસ આવી રહ્યા છે. આ લડાઈમાં હજારો મુસ્લિમ ભાઇઓ પણ વિવિધ સ્તરે સેવા આપી રહ્યા છે. શુક્રવારે ઈદના દિવસે પણ સદભાવના પ્રગતિ મંડળના મુસ્લિમ ભાઇઓએ રજા લેવાની જગ્યાએ પોતાની ફરજમાં જોડાયા હતા અને દરરોજની જેમ જ કોવિડની બોડીની પેકિંગ કરવાની કામગીરી કરી હતી. આ કામમાં સંસ્થાના 24 સભ્યો જોડાયા હતા.સદભાવના મંડળના ઈમરાન ભાઈએ જણાવ્યું હતું કે, ઈદ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે છતાં અમારી ટીમ ઇબાદત બાદ સિવિલમાં કોરોનાથી મૃત્યુ પામનારાની બોડી પેક કરવાની કામગીરીમાં જોડાઈ ગઈ હતી.

સામાન્ય રીતે લોકો તહેવારના દિવસે રજા પાડી પરિવાર સાથે આનંદ માણતા હોય છે. જોકે કોરોનાની કપરી પરિસ્થિતિમાં લિંબાયતના યુવાનોની સદભાવના પ્રગતિ મંડળ દ્વારા ઇદના તહેવારમાં પણ સેવા યજ્ઞા ચાલુ રાખવામાં આવ્યો હતો. અમે 100થી વધુ લાશોનું પેકિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને નવડાવવા સુધીની તમામ સેવાઓ પણ અમે આપી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં તહેવાર ઉજવણી કરતા માનવ સેવા કરીને વધુ આનંદ પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...