સર્વે:‘સુરતના કાપડ ઉદ્યોગ માટે 1000 એકરના 3 મિત્રા પાર્ક પણ ઓછા’

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસી–બોરસીમાં કેન્દ્રીય ટીમે સ્થળ તપાસ કરી યોગ્યતા ચકાસી

પીએમ મેગા ટેક્ષટાઈલ પાર્ક માટે વાંસી બોરસી ગામની જગ્યાનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રી વિશે સમજ્યા પછી ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પ્રાજકતા વર્માએ કહ્યું હતું કે, ‘સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 1000 એકરના 3 પીએમ મિત્રા પાર્ક પણ ઓછા પડશે.’ જગ્યાનો સર્વે કરતાં પહેલા ચેમ્બરમાં મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતાં.

ત્રણેય પાર્ક ટૂંક સમયમાં જ ભરાઈ જશે: ઉદ્યોગકારો
ઉદ્યોગકારોએ પ્રાજકતા વર્માને જણાવ્યું કે, ‘ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. તો જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી વધુમાં વધુ સાહસ કરી શકાશે. સુરતમાં એકસપાન્શન કરવા ભારે ડિમાન્ડ છે. આથી જો વધારાના 2 પીએમ મિત્રા પાર્ક અપાય તો પણ એ ટુંકા સમયમાં જ ભરાઇ જશે. ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટીવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ કરી શકાશે.

TTDS સ્કીમ તથા રિન્યુએબલ એનર્જીની પોલિસી જરૂરી
આ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ દક્ષિણ ગુજરાતમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવાની યોગ્યતા વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ઝડપી રોકાણ માટે કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમની મંજૂરી મળવી જોઇએ તથા ટેક્ષ્ટાઇલ ક્ષેત્ર માટે રિન્યુએબલ એનર્જીની ખાસ પોલિસી તાત્કાલિક ધોરણે આપવી જોઇએ.’

અન્ય સમાચારો પણ છે...