તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના એરપોર્ટનું સુકાન મહિલાઓના હાથમાં:કોવિડમાં પણ મહિલાઓએ ઘરની સ્ટ્રેટેજી અપનાવી એરપોર્ટની દરેક સમસ્યાઓને સોલ્વ કરી

સુરત3 મહિનો પહેલાલેખક: ખ્યાતિ માણિક
  • કૉપી લિંક
ત્રણેય મહિલા કર્મચારીઓની તસવીર - Divya Bhaskar
ત્રણેય મહિલા કર્મચારીઓની તસવીર

સુરતના એરપોર્ટની વિશેષતા એ છે કે આ એરપોર્ટના વ્યવસ્થાપનની જવાબદારી મહિલાઓના શિરે છે. કોરોનાકાળના કપરા સમયમાં આ મહિલાઓએ નવતર સૂઝ વાપરીને સમસ્યાઓનો ઉકેલ શોધ્યો હતો. એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની મહિલા ઓફિસર જ છે. છે. તેમજ તેઓ સુરતના પહેલા મહિલા એપીડી છે. સાથે એર ટ્રાફિક કંટ્રોલર તરીકે યશસ્વી મહેતા, એચઆર હેડ વૃંદા નાયક તેમજ સીએનએસ ઓફિસર તરીકે સૌમ્યા અને પ્રિયંકા ફરજ બજાવી રહ્યાં છે. આ દરેકે પણ કોવિડમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન એરપોર્ટ પર બાંધકામની વિવિધ કામગીરી કરી રહેલા શ્રમિકોના ભોજન માટે જે સૂઝ વાપરી એ કદાચ મહિલાઓ જ કરી શકે એમ છે.

એરપોર્ટ ડાયરેક્ટર સૈનીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા લોકો હજી એવા છે કે જે સ્વીકારી નથી શકતા કે આ પદ પર મહિલા પણ હોઈ શકે છે. અત્યારે પણ કેટલીક વાર એવું થાય છે કે કોઈ મને ફોન કરે તો મારો અવાજ સાંભળ્યા પછી કહે છે કે સર સાથે વાત કરાવો. કારણકે ઘણા લોકોની માનિસકતા એવી છે કે એરપોર્ટના ડિરેક્ટર છે તો કોઈ પુરૂષ જ હશે. જયારથી અહીં આવી છું ત્યારથી ઘણી ચેલેન્જીસ આવી પણ તેના કારણે મેં કે મારી ટીમે કયારેય પણ કોઈ કામ અટકવા દીધું નથી. કોવિડમાં કન્સ્ટ્રકશન શરૂ હતું તેથી ઘણા બધા કારીગરો એરપોર્ટ પર હતા. દરેક વસ્તુ બંધ થવાથી તેમના ખોરાકની વ્યવસ્થા અમે કરી આપી હતી. ટીમમાંથી દરેકે પોતાના ઘરેથી સ્ટવ કે અન્ય જરૂરિયાતનો સામાન તેમને પહોંચાડી કિચન સેટઅપ કરી આપ્યું હતું. લૉકડાઉનમાં જયારે દરેક વસ્તુ બંધ હતી ત્યારે એરપોર્ટ એકપણ દિવસ બંધ રહ્યું નથી. કારણકે કાર્ગો ફ્લાઇટસ, મેડીકલ કીટ, ઈમરજન્સી ફલાઈટ એ દરેક કાર્ય ચાલું હતા.

અમન સૈનીએ ઉમેર્યું હતું કે સૌથી મોટી ચેલેન્જ હતી એરપોર્ટને નવા નિયમોનુસાર ફરીથી શરૂ કરવું. જેમાં દરેક વસ્તુ ટચ ફ્રી કરવાની હતી. એ સમયે દરેક માર્કેટ બંધ હોવાથી અમારી પાસે કોઈ સામાન ન હતો. ત્યારે અમે ટીમ ભેગી કરીને ઈન્ટરનલ રીસોર્સથી એટલે કે જૂની વસ્તુઓમાંથી દરેક સાધનો તૈયાર કર્યા. જેમ ગૃહિણી ઘરની નકામી ચીજવસ્તુનો ઉપયોગ કરી લે છે એ જ સ્ટ્રેટેજી અમે પણ અપનાવી હતી. કારણકે જ્યાં મહિલાઓ હોય ત્યાં આવા આઈડિયા આવતા જ હોય છે. અને સુરતનું સૌથી પહેલું એરપોર્ટ હતું જે નવી ફેસિલિટી સાથે સૌ પ્રથમ શરૂ થઈ ગયું હતું. સુરત એરપોર્ટ દેશનું એવું પ્રથમ એરપોર્ટ હતું જ્યાં સ્થાનિક સત્તાવાળાઓએ બહારથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર જ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ હાથ ધર્યું હતું.

કમ્યુનિકેશનથી લઈને ટ્રાફિક કન્ટ્રોલનું કામ મહિલા ઑફિસર કરે છે
સુરત એરપોર્ટ ચલાવવામાં જો સૌથી વધારે યોગદાન હોય તો એ મહિલા ઓફિસર્સનું છે. એચઆર હેડ પર સમગ્ર સ્ટાફની જવાબદારી હોય છે. એર ટ્રાફિક કંટ્રોલરની જોબ તો સૌથી વધુ જવાબદારી વાળી હોય છે તેમજ સીએનએસ ઓફિસર પર કમ્યુનિકેશનની જવાબદારી સાથે સાથે જો અન્ય સ્ટાફ ન હોય તો ગમે તેવું વાતાવરણ હોય એન્ટેના પાસે ઊભા રહેવું પડે છે કયારેક તો એન્ટેના પર પણ જાતે ચઢવું પડે છે. દરેકે કોવિડમાં એકપણ દિવસની રજા વગર સતત ડયુટી કરી છે. હું દિલ્હીની નિવાસી હોવાથી મારો પરિવાર અહિંયા નથી. તેથી કોવિડમાં વીડીયો કોલ પર જ પરિવાર સાથે વાતચીત થતી હતી. - અમન સૈની, સુરત એપીડી

અન્ય સમાચારો પણ છે...