તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જજ્બાને સલામ:75 વર્ષે સામે ચાલી કોરોનાની ડ્યુટી કરનાર નિવૃત્ત RMO ડો.મોહન ગામીતનું નિધન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખુબ જ સાદગીભર્યું જીવન જીવનારા ડો.ગામીત દરેક દર્દીઓને આવી જ રીતે મોટિવેટ કરતા હતાં. - Divya Bhaskar
ખુબ જ સાદગીભર્યું જીવન જીવનારા ડો.ગામીત દરેક દર્દીઓને આવી જ રીતે મોટિવેટ કરતા હતાં.
 • 75 વર્ષે સામે ચાલી કોરોનાની ડ્યુટી કરનાર નિવૃત્ત RMO ડો.મોહન ગામીતનું નિધન
 • ડો.ગામીત 6 વર્ષ સુધી ઓશોના પર્સનલ ફિઝિશિયન રહ્યા હતાં
 • ‘દર્દીઓની સેવા કરતાં મૃત્યુ થાય તો પણ જિંદગી લેખે લાગે’

‘મારી ઉંમર 76 વર્ષની છે, પરંતુ જ્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરવાનો નિર્ણય લીધો ત્યારે મને ના પાડી હતી કારણ કે, મારી ઉંમર વધારે હતી. પરંતુ આખી જિંદગી દર્દીઓની સેવા કરી છે એટલે આ ઉંમરે પણ ઘરે બેસવાની જગ્યાએ દર્દીઓની સારવાર કરવાનો સંકલ્પ લીધો હતો. દર્દીઓની સારવાર કરતાં કરતાં મૃત્યુ થાય તો પણ જિંદગી લેખેલાગી ગણાય.’ ઓક્ટોબર મહિનામાં જ્યારે દિવ્યભાસ્કરે ડો.મોહન ગામીતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે જુસ્સા સાથે આ વાત કરી હતી.

જુની સિવિલ હોસ્પિટલના આરએમઓ તરીકે પંદર વર્ષ અગાઉ નિવૃત્ત થયા બાદ કોરોના મહામારીમાં દર્દીઓની સેવા માટે સામે ચાલી સ્મીમેરમાં સ્પેશિયલ ડ્યુટીમાં જોડાયા હતા. શુક્રવારે રાત્રે અચાનક ઉલ્ટી થતાં સુઇ ગયા હતાં. મોડી રાત્રે સિવિલ ખસેડાતા ત્યાં જ મૃત જાહેર કર્યા હતાં. મૃતદેહનો રેપીડ ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદ અંતિમ વિધી કરાઈ હતી.

દર્દીઓને માથે સાંત્વના આપનાર હાથ હવે નથી રહ્યા
દવાની સાથે તેઓ આત્મિયભરી હૂંફ આપતા

ડો.મોહનભાઈ ખૂબ જ જોલી માણસ હતા. હું સૌથી ત્યાં જુનિયર હતો. એમની પાસેથી હું ખુબ શીખ્યો હતો. દર્દીઓને કોઈ તકલીફ પડતી હોય તો તેઓ વ્યવસ્થા કરી આપતા હતા. સ્ટાફ સાથે પણ તેમને ખૂબ જ આત્મિયતા હતી. ગુરૂવારે અમે મળ્યા હતા. ત્યારે તેમની તબિયત એકદમ સારી હતી કોઈ તકલીફ ન હતી અને અમારી સાથે એકદમ સ્વસ્થતાથી કામ કરતા હતા. દર્દીઓ ગભરાયેલા હોય તો તેમને મોટીવેટ કરી સાંત્વના પણ આપતા હતા. અમે સમરસમાં પણ સાથે ડ્યુટી કરી હતી. તેઓ 6 વર્ષ સુધી ઓશોના પર્સનલ ફિઝિશિયન રહ્યા હતાં.

કોરોનાકાળમાં 8 મહિના ખડેપગે સેવા કરી હતી
ઓક્ટોબરમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડો.ગામીતે કહ્યુ હતું કે ‘મારા માસીના દિકરાને કોરોના થયો અને હું તેને બચાવી ન શક્યો. એ મારી જિંદગીની ઘોર નિષ્ફળતા હતી. 76 વર્ષે મેં કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યુ ત્યારે મારા પરિવારના સભ્યોએ મને ના પાડી હતી. પરંતુ જ્યારે મેં ડોક્ટર તરીકે શપથ લીધા તે દિવસ મને યાદ આવી ગયો કોઈ જીવીશ ત્યાં સુધી કોઈ પણ ભોગે મારે તો દર્દીઓની સારવાર કરવાની જ છે પછી જાન પણ ભલે જાય. 8 મહિનાથી ખડે પગે દર્દીઓની સેવા કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો