કાર્યવાહી:અમદાવાદની દુર્ઘટના બાદ પણ સુરતમાં 660 કેમિકલ કંપની પાસે NOC જ નથી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 1121 કેમિકલ કંપનીઓની ફાયર દ્વારા તપાસ થશે

અમદાવાદની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં 12 લોકોના મૃત્યુ થયા હતા. આ કંપની પાસે ફાયરની એનઓસી જ ન હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 1121 કેમિકલ કંપનીઓ છે. જેમાં માત્ર 461 કંપનીઓ પાસે ફાયરની એનઓસી છે. એટલે કે, મોટા ભાગની કંપનીઓ પાસે ફાયરની એનઓસી ન હોવાથી સુરતમાં પણ આવી ઘટના બની શકે તેવી શક્યતા છે. પરંતુ અમદાવાદની આ દુર્ઘટના બાદ સુરત ફાયર પણ એલર્ટ થયું છે. આમ પણ કોઈ મોટી દુર્ઘટના થાય પછી તંત્રની ઉંઘ ઉડતી હોય છે. હવે સુરત ફાયર ટૂંક સમયમાં જે કેમિકલ કંપનીઓ પાસે ફાયર વિભાગની એનઓસી નથી તેમને નોટીસ આપવાની કામગીરી શરૂ કરશે.

એનઓસી નથી તેમને નોટીસ અપાશે
સુરતમાં આવી ઘટના ન બને તે માટે કામગીરી કરવામાં આવશે. ફેકટરી ઈન્સ્પેક્ટરને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. શહેરમાં જે કેમિકલ કંપનીઓ પાસે એનઓસી નથી તેમને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. - બંસત પરીખ, ચિફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...