હવે ધક્કા ખાવાની જરૂર નથી:આવકવેરાની નોટિસ મળ્યા બાદ પણ રિટર્ન નહી ભરનાર ભેરવાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં દરોડા પડયા હોય તો કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થશે

સ્ક્રુટિની સિલેક્શનના બદલાયેલાં ક્રાઇટેરિયાથી અનેક કરદાતાઓના દોડતા થઈ ગયા છે. કોરોના કાળ અને બાદમાં જે કરદાતાઓને ત્યાં દરોડા પડયા છે તે તમામ કેસ હવે આઇટી સ્ક્રુટિની હેઠળ સિલેક્ટ થશે. જે કરદાતાઓએ આઇટીની નોટિસ બાદ પણ રિટર્ન ફાઇલ કર્યું નથી તેવા કરદાતાઓન કેસ પણ સિલેક્શન હેઠળ આવી ગયા છે. નોંધનીય છે કે સ્ક્રુટિની હિયરિંગ હવે ઓનલાઇન થનાર હોય કરદાતાઓએ આઇટીના ધક્કા ખાવાની જરૂર રહી નથી.

સ્ક્રુટિનીના બદલાયેલાં ક્રાઇટેરિયા

  • 1લી એપ્રિલ 2021 બાદના સર્ચ અને સરવેના કેસ
  • સેક્શન 142(1)ની નોટિસ ઇશ્યુ થઇ હોવા છતાં રિટર્ન ફાઇલ કરવામાં ન આવે.
  • 148ના કેસમાં રિટર્ન ફાઇલ ન કરવામાં આવ્યુ હોય
  • સ્પેશિફિક ઇન્ફર્મેશનના આધારે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હોય તેવા કેસ

દર વખતે ક્રાઇટેરિયા બદલાય છે
સ્ક્રુટિની ક્રાઇટેરિયા દર વખતે ચેન્જ થતા હોય છે. મોટાભાગના ક્રાઇટેરિયા એક સરખા જ રહે છે. આ વખતે પણ કેટલાંક બદલાવ આવ્યા છે અને ખાસ કરીને સર્ચના કેસો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. > બિરજુ શાહ અને પ્રજ્ઞેશ જગાશેઠ, સી.એ.

અન્ય સમાચારો પણ છે...