સુરત:ખાડી પૂરના 752 અસરગ્રસ્તોનું સ્થળાંતર, પાલિકા કમિશનર પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા

સુરતએક વર્ષ પહેલા
સણીયા હેમદ સહિતના વિસ્તારમાંથી 129 લોકોનું રેસ્ક્યુ કરાયું
  • લિંબાયત વિસ્તારમાં 7 બોટ રેસ્ક્યુ માટે તૈનાત કરવામાં આવી
  • લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પોલીસની મદદ લેવામાં આવી

શહેર જિલ્લામાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાલિકા કમિસનર બંછાનિધી પાની પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ લિંબાયત વિસ્તારમાં 7 બોટ રેસ્ક્યુ માટે તૈનાત કરવામાં આવી છે. જ્યારે 752 અસરગ્રસ્તોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. લોકો સાથ આપી રહ્યા છે.

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સ્થિતિની સમીક્ષા કરી
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સ્થિતિની સમીક્ષા કરી

સાત હોડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે
સુરત શહેરની પાંચ ખાડી પૈકી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે એક ઓવરફ્લો થવા આવી છે. ત્યારે શહેરના લિંબયાત, બમરોલી, પરવત પાટીયા, સરથાણા સહિતના વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી ગયા છે. જ્યારે ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેને પગલે સ્થિતિ વધુ ન બગડે તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકા કમિશનર બંછાનિધી પાની પૂરગ્રસ્ત વિસ્તાર લિંબાયતની મુલાકાતે પહોંચ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, હાલ લિંબાયત વિસ્તારમાં સાત હોડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 752 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોકોની સ્થળાંતર માટે પોલીસની પણ મદદ લેવામાં આવી છે.

લિંબાયત વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા
લિંબાયત વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા

129 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું
પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાડીઓનું લેવલ વધી રહ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાયા છે. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે તનાથી ખાડી સાથે કોઈ સંબંધ નથી. વરસાદ ધીમો પડશે તેમ તેમ પાણી ઓછું થશે. 129 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. તમામ તકેદારીઓ હાથ ધરવામાં આવી છે.

મંદિરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
મંદિરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

તાપી નદીના કાંઠે ન જવા માટે તમામ લોકોને અપીલ
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું તેની સુરત શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગંભીર અસર રહેશે નહીં. તાપી નદીના કાંઠે ન જવા માટે તમામ લોકોને અપીલ કરું છું. નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવે ત્યારે સહકાર આપવા પણ અપીલ કરું છું. માછીમારોને પણ તાપી નદીના પટમાંથી બહાર નીકળી જવા સૂચના આપવામાં આવી છે.

બાળકો સહિતનાનું રેસ્ક્યુ કરાયું
બાળકો સહિતનાનું રેસ્ક્યુ કરાયું
સાત બોટથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સાત બોટથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા