• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Establishment Of Tree Ganesha On The Theme Of Satyagraha Against Pollution In Surat, Statues Of Sardar And Gandhi Placed In Pandal

ઉજવણી:સુરતમાં સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશનની થીમ પર ટ્રી ગણેશાનું સ્થાપ્ન,પંડાલમાં સરદાર અને ગાંધીની પ્રતિમાઓ મૂકાઈ

સુરતએક મહિનો પહેલા
ટ્રી ગણેશાની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે.
  • આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવનું આયોજન

સુરતમાં હાલ રંગચંગે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉજવાતો ગણેશોત્સવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.કતારગામ વસ્તાદેવડી રોડ પર પર્યાવરણના પ્રદૂષણ સામે સત્યાગ્રહ કરવાની થીમ પર ટ્રી ગણેશાનું સ્થાપ્ન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલમાં આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને સરદાર અને ગાંધીની સંવાદ કરતી પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે.

દેશના બે મહાન નેતાઓ ચર્ચા કરતાં હોય તેવી પ્રતિકૃતિ પંડાલમાં મૂકવામાં આવી છે.
દેશના બે મહાન નેતાઓ ચર્ચા કરતાં હોય તેવી પ્રતિકૃતિ પંડાલમાં મૂકવામાં આવી છે.

ઉત્સવ સાથે રોપાઓનું વિતરણ
વિરલ દેસાઈ દ્વારા સ્થાપિત ટ્રી ગણેશા સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને સમર્પિત કર્યા છે. ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ની થીમ રાખી પર્યાવરણ જાગૃતિના કાર્યો કરી રહ્યા છે. તેમની આ થીમ અંતર્ગત તેઓ પંદર હજારથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બે અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને વિવિધ સ્કૂલો સાથે ઓનલાઈન માધ્યમથી સંકળાઈને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જાગૃતિના કાર્યો કરવામાં આવ્યાં છે.

ગણપતિ બાપ્પા પર્યાવરણ બચાવવાનો સંદેશો પણ આપે છે.
ગણપતિ બાપ્પા પર્યાવરણ બચાવવાનો સંદેશો પણ આપે છે.

ગાંધીજી અને સરદારનો સંવાદ
‘ટ્રી ગણેશા’ના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ની થીમમાં ગણેશ પંડાલમાં મહાત્મા ગાંધી અને સરદારની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. વૈકુંઠમાં બેઠેલા ગાંધી અને સરદાર પર્યાવરણની ગંભીરતા વિશે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ સંવાદના માધ્યમથી પ્રદૂષણની સામે સત્યાગ્રહ આદરવા માટે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સાથે જ અહીં પંડાલમાં ‘વોલ ઑફ ક્લાઈમેટ ક્રાઈસીસ’ અને ‘વોલ ઑફ હોપ’ નામની બે દિવાલો રાખવામાં આવી છે. જેમાં એક તરફ પર્યાવરણમાં થયેલી ખુંવારી અને હાલમાં માનવજાતની સામે ઊભી રહેલી સમસ્યાઓને દર્શાવવામાં આવી છે તો એક તરફ વ્યક્તિગત ધોરણે કયા પગલાં લઈ શકાય અને પર્યાવરણ શુદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકાય એ વિશેની માહિતી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...